Friday, 17 April 2026
  • Home  
  • અન્ડરવેરની અંદર હતું રૂ. 45 લાખનું સોનું, અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ઝડપાયો
- ગુજરાત - મધ્ય ગુજરાત

અન્ડરવેરની અંદર હતું રૂ. 45 લાખનું સોનું, અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ઝડપાયો

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીનો એક મોટો કિસ્સો શોધી કાઢ્યો છે. દુબઈથી આવેલી ફ્લાઈટમાં એક મુસાફર અત્યંત ચતુરાઈથી સોનું છુપાવીને લાવ્યો હતો, પરંતુ એરપોર્ટ પર તૈનાત સતર્ક કસ્ટમ્સ અધિકારીઓની નજરથી તે બચી શક્યો નહોતો. અધિકારીઓએ આ પેસેન્જર પાસેથી અંદાજે ₹96.07 લાખ ની કિંમતનું સોનું જપ્ત કર્યું છે. […]

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીનો એક મોટો કિસ્સો શોધી કાઢ્યો છે. દુબઈથી આવેલી ફ્લાઈટમાં એક મુસાફર અત્યંત ચતુરાઈથી સોનું છુપાવીને લાવ્યો હતો, પરંતુ એરપોર્ટ પર તૈનાત સતર્ક કસ્ટમ્સ અધિકારીઓની નજરથી તે બચી શક્યો નહોતો. અધિકારીઓએ આ પેસેન્જર પાસેથી અંદાજે ₹96.07 લાખ ની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, પકડાયેલ મુસાફર સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર SG-016 દ્વારા દુબઈથી અમદાવાદ આવ્યો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે મુસાફરે પર્સમાં તો સોનું રાખ્યું જ હતું, પરંતુ મોટી માત્રામાં સોનું પેસ્ટ ફોર્મમાં (અર્ધ-પ્રવાહી) ફેરવીને પોતાના અન્ડરવેરની અંદર ખાસ બનાવેલી જગ્યાએ છુપાવ્યું હતું.

અધિકારીઓએ મુસાફર પાસેથી કુલ 601.94 ગ્રામ સોનું મેળવ્યું છે. આ સોનું 24 કેરેટ શુદ્ધતાનું છે. જેની બજાર કિંમત અંદાજે ₹96.07 લાખ થાય છે. તેમાંથી માત્ર અન્ડરવેરમાં છુપાવેલા સોનાની કિંમત જ ₹45 લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે. દાણચોરનો ઈરાદો કસ્ટમ ડ્યુટી ચોરી કરીને આ સોનું ભારતમાં ઘુસાડવાનો હતો.

કસ્ટમ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને મુસાફરની અટકાયત કરવામાં આવી છે. હાલ આ શખ્સની વધુ પૂછપરછ ચાલી રહી છે કે તે અગાઉ પણ આવી રીતે સોનું લાવ્યો છે કે કેમ અને આ સોનું તેને અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું. એરપોર્ટ પર સુરક્ષા અને ચેકિંગ કડક હોવા છતાં સ્મગલરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે, જેને કસ્ટમ્સ વિભાગ નિષ્ફળ બનાવી રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic