Thursday, 29 October 2026
  • Home  
  • “જાપાન ઊગતા સૂર્યનો દેશ, ગુજરાત ઊગતી તકોની ભૂમિ”, ઓસાકા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

“જાપાન ઊગતા સૂર્યનો દેશ, ગુજરાત ઊગતી તકોની ભૂમિ”, ઓસાકા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ઓસાકા (જાપાન) / ગાંધીનગર: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વસંધ્યાએ વિદેશી રોકાણકારોને આકર્ષવાના હેતુથી જાપાનના પ્રવાસે ગયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ઉચ્ચ સ્તરીય ડેલિગેશને આજે જાપાનના ઓસાકા ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ (Invest in Gujarat) રાઉન્ડટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ હાઇ-લેવલ બેઠકમાં જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ, વૈશ્વિક રોકાણકારો અને સરકારી પ્રતિનિધિઓ […]

ઓસાકા (જાપાન) / ગાંધીનગર: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વસંધ્યાએ વિદેશી રોકાણકારોને આકર્ષવાના હેતુથી જાપાનના પ્રવાસે ગયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ઉચ્ચ સ્તરીય ડેલિગેશને આજે જાપાનના ઓસાકા ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ (Invest in Gujarat) રાઉન્ડટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ હાઇ-લેવલ બેઠકમાં જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ, વૈશ્વિક રોકાણકારો અને સરકારી પ્રતિનિધિઓ સામે ગુજરાતની આર્થિક તાકાત, ઔદ્યોગિક ક્ષમતા અને રોકાણની નવી તકોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. રાજ્ય અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સ્ટ્રેટેજિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કોન્ફરન્સમાં બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો હતો.

વૈશ્વિક ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યભૂમિ ગુજરાત વતી જાપાનીઝ રોકાણકારોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે અત્યંત પ્રેરણાદાયી શબ્દોમાં જણાવ્યું હતું કે, “જાપાન ઊગતા સૂર્યનો દેશ છે અને ગુજરાત ઊગતી અસીમ તકોની ભૂમિ છે.” ભારત અને જાપાન વચ્ચે માત્ર વેપાર-ઉદ્યોગના સંબંધો જ નથી, પરંતુ પરસ્પર ગાઢ વિશ્વાસ, સંસ્કૃતિ, સન્માન અને સાંસ્કૃતિક મૂલ્યોની સદીઓ જૂની મિત્રતા છે. ગુજરાતના આર્થિક ગતિશીલતાના આંકડા રજૂ કરતાં તેમણે ઉમેર્યું કે, દેશની માત્ર ૫ ટકા વસ્તી ધરાવતું ગુજરાત ભારતના જીડીપી (GDP) માં ૮ ટકાથી વધુનું યોગદાન આપે છે. આ ઉપરાંત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો, ભારતની કુલ નિકાસમાંથી ૧/૩ (એક તૃતીયાંશ) હિસ્સો અને દેશના પોર્ટ કાર્ગો હેન્ડલિંગનો ૪૦ ટકા હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે.

પોતાના પ્રભાવાત્મક સંબોધનમાં નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત એટલે ‘સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી’ (Speed, Scale and Stability). રાજ્યમાં નીતિગત નિર્ણયો અત્યંત પારદર્શક અને ઝડપી લેવામાં આવે છે. ગુજરાત એ સમગ્ર ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારત એ સમગ્ર વિશ્વ માટેનું પ્રવેશદ્વાર છે. રાજ્યની ૬૫ ટકા ઊર્જા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી આવે છે. તેમણે સુઝુકી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સના સફળ મોડેલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જાપાનના ઉદ્યોગો ગુજરાતમાં પહેલેથી જ પોતાના ઘર જેવો માહોલ અનુભવે છે. હાલમાં ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોનું વૈશ્વિક હબ બની રહ્યું છે. જાપાન પાસે હાઇ-ટેક ટેકનોલોજી છે અને ગુજરાત પાસે શ્રેષ્ઠ ટેલેન્ટ છે, આ બંને શક્તિઓ ભેગી થઈને વિશ્વને નવું નેતૃત્વ આપી શકે છે.

ઓસાકા ખાતે યોજાયેલી આ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ડાઇકી એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર કાઝુશી ગોટો, કન્સાઈ જાપાન-ઈન્ડિયા એસોસિએશનના સેક્રેટરી જનરલ સુસુમુ સાઇટો, નાકાનિશિ મેટલ વર્ક્સના કેઇટા ઇટો, પેનાસોનિક એનર્જીના ડાયરેક્ટર્સ દાઈસુકે તાકાહાશી અને નોબુટો નાકાનિશિ તેમજ હિગાશિયોસાકાના મેયર યોશિકાઝુ નોડા તથા આશિયા સિટીના મેયર ર્યોસુકે તાકાશિમા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ ૧ રાઉન્ડટેબલ બેઠક ઉપરાંત અગ્રણી જાપાનીઝ કંપનીઓ સાથે ૧૧ મહત્વપૂર્ણ વન-ટુ-વન (B2B) બેઠકો યોજીને મોટા પાયે રોકાણ લાવવા ફળદાયી વાટાઘાટો કરી હતી. અંતમાં તેમણે તમામ જાપાનીઝ ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પધારવા અને ‘આવો, જુઓ, રોકાણ કરો અને સાથે વિકાસ સાધો’ નું હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic