Thursday, 29 October 2026
  • Home  
  • અંબાજી મંદિરમાં પણ લાગુ થશે સોમનાથ જેવું ‘ઇકો-ફ્રેન્ડલી’ પ્રસાદ મોડેલ, દર વર્ષે સેંકડો ટન કચરો અટકશે!
- ઉત્તર ગુજરાત - ગુજરાત

અંબાજી મંદિરમાં પણ લાગુ થશે સોમનાથ જેવું ‘ઇકો-ફ્રેન્ડલી’ પ્રસાદ મોડેલ, દર વર્ષે સેંકડો ટન કચરો અટકશે!

ગાંધીનગર: ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં પર્યાવરણના જતન અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી એક પ્રશંસનીય પહેલ અંતર્ગત હવે સોમનાથ મંદિરની સફળતા બાદ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ મોડેલ અમલમાં મૂકવામાં આવશે. સોમનાથ મંદિર ખાતે અત્યંત સફળ સાબિત થયેલા પ્લાસ્ટિકમુક્ત પ્રસાદ પેકેજિંગના પ્રયોગ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આરાસુરી અંબાજી માતા મંદિરમાં પણ […]

ગાંધીનગર: ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં પર્યાવરણના જતન અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી એક પ્રશંસનીય પહેલ અંતર્ગત હવે સોમનાથ મંદિરની સફળતા બાદ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ મોડેલ અમલમાં મૂકવામાં આવશે. સોમનાથ મંદિર ખાતે અત્યંત સફળ સાબિત થયેલા પ્લાસ્ટિકમુક્ત પ્રસાદ પેકેજિંગના પ્રયોગ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આરાસુરી અંબાજી માતા મંદિરમાં પણ ટૂંક સમયમાં આધુનિક અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.

અગાઉ સોમનાથ મંદિરમાં પ્લાસ્ટિકનાં પાત્રોને સંપૂર્ણપણે દૂર કરીને કાગળનાં બોક્સ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં ડબ્બા શરૂ કરવામાં આવ્યા હતા, જેનું ભવ્ય ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરમાં દૈનિક આશરે ૪,૨૦૦ કિલોગ્રામ પ્રસાદનું વિતરણ થવાથી દર વર્ષે ૨૦૩ ટનથી વધુ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવી શકાયો છે. આ ઐતિહાસિક સફળતાથી પ્રેરિત થઈને હવે અંબાજી મંદિરમાં પણ આ મોડેલ અપનાવવાની તૈૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં આશરે ૧૫,૦૦૦ પ્લાસ્ટિકનાં પ્રસાદ બોક્સ વપરાય છે, જ્યારે તહેવારો અને વિશેષ પ્રસંગોએ તેની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. દર મહિને અંદાજે ૧૦ લાખ બોક્સનું વિતરણ થવાથી અંબાજીમાં પેકેજિંગને કારણે દર મહિને ૧૧,૨૯૯.૫ કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. આ નવા ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવાથી અંબાજીમાં દર વર્ષે આશરે ૧૩૫.૬ ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થતો અટકાવી શકાશે.

આ પર્યાવરણમિત્ર પેકેજિંગ વિકલ્પો તૈયાર કરવા માટે GPCB દ્વારા અમદાવાદની પ્રખ્યાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) ની ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન સર્વિસિસની વ્યાવસાયિક ડિઝાઇન કન્સલ્ટન્સીની મદદ લેવામાં આવી હતી. NID દ્વારા બંને મંદિરોમાં સ્થળ પર અભ્યાસ હાથ ધરીને શ્રદ્ધાળુઓની અવરજવર, પ્રસાદનો જથ્થો, પેકિંગ પ્રક્રિયા અને કચરાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અભ્યાસના આધારે તાત્કાલિક ઉપયોગ માટે હલકાં પેકેજિંગ તેમજ ઘરે લઈ જવા માટે મજબૂત પાત્રોની જરૂરિયાત ધ્યાને રાખીને શેરડીનાં વેસ્ટ (બગાસ) માંથી બનાવવામાં આવેલા કન્ટેનર, જૈવવિઘટનક્ષમ કાગળનાં બોક્સ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં ડબ્બા તૈયાર કરવામાં આવ્યા છે. ટીનનાં ડબ્બા જેવા ટકાઉ પાત્રો શ્રદ્ધાળુઓ પોતાની પાસે સાચવીને લાંબા સમય સુધી પુનઃ ઉપયોગમાં લઈ શકશે.

આ મહત્વપૂર્ણ પહેલ અંગે વાત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે પરંપરાગત પેકેજિંગને માત્ર બદલવા પૂરતી આ પહેલ મર્યાદિત નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ પર્યાવરણીય જવાબદારીને ધાર્મિક આચરણનો અભિન્ન હિસ્સો બનાવવાનો છે. અગ્રણી યાત્રાધામોમાં આ પ્રકારના જૈવવિઘટનક્ષમ અને પુનઃ ઉપયોગી વિકલ્પો રજૂ કરીને GPCB એ સાબિત કર્યું છે કે વિચારપૂર્વકની ડિઝાઇન અને જનભાગીદારી દ્વારા પર્યાવરણને મોટો લાભ પહોંચાડી શકાય છે. આ પગલાથી શ્રદ્ધાળુઓ ટકાઉ પદ્ધતિઓ તરફ વળશે અને આપણી ધાર્મિક પરંપરાઓ પણ પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય યોગદાન આપી શકશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic