Thursday, 11 June 2026
  • Home  
  • ઈસુદાન ગઢવીનું મોટું એલાન : ગુજરાતમાં વધુ 2 કિસાન મહાપંચાયત યોજાશે
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ઈસુદાન ગઢવીનું મોટું એલાન : ગુજરાતમાં વધુ 2 કિસાન મહાપંચાયત યોજાશે

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે મોટું એલાન કર્યું છે કે, ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ગુજરાતમાં વધુ બે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. આ શક્તિ પ્રદર્શન દ્વારા AAP ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને રાજ્ય સરકાર સમક્ષ મજબૂતીથી ઉઠાવશે. બે નવી કિસાન મહાપંચાયતની તારીખો: ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોના આંદોલનને વધુ […]

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે મોટું એલાન કર્યું છે કે, ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ગુજરાતમાં વધુ બે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. આ શક્તિ પ્રદર્શન દ્વારા AAP ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને રાજ્ય સરકાર સમક્ષ મજબૂતીથી ઉઠાવશે.

ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોના આંદોલનને વધુ વેગ આપવા માટે નીચે મુજબ બે વધુ મહાપંચાયત યોજાશે:

  1. ખંભાળિયા: ૦૯ નવેમ્બરે જામનગર જિલ્લાના ખંભાળિયાના ભાણવડ ખાતે બીજી કિસાન મહાપંચાયત યોજાશે.
  2. ગીર સોમનાથ: ૧૧ નવેમ્બરે ગીર સોમનાથ ખાતે ત્રીજી કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે આગામી સમયમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેથી ખેડૂતોના દેવા માફીની માંગને સમગ્ર રાજ્યમાં ગુંજતી કરી શકાય.

ઈસુદાન ગઢવીએ ખેડૂતોના દેવા માફીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જો ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડ માફ થઈ શકે, તો ગુજરાતના દેવામાં ડૂબેલા ખેડૂતોનું દેવું કેમ માફ ન થાય?” તેમણે ઉમેર્યું કે ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબ્યો છે અને ઘણા ખેડૂતો આપઘાત કરવા મજબૂર છે.

તાજેતરના આંદોલનની સફળતાનો ઉલ્લેખ કરતાં ગઢવીએ દાવો કર્યો કે, “કુંભકર્ણ સમાન સૂતેલી સરકારને જગાડવામાં અમે મહદ અંશે સફળ થયા છીએ. અમારી ચીમકી બાદ સરકાર ૨૦૦ મણ મગફળી ખરીદવા તૈયાર થઈ, જે ખેડૂતો અને AAP કાર્યકર્તાઓની જીત છે.” જોકે, તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર હજુ પણ ખેડૂતોને માત્ર ‘લોલીપોપ’ આપી રહી છે.

તેમણે ઉદાહરણ આપ્યું કે જો મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી હોય, તો હવે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું કે, આમ આદમી પાર્ટી સડકથી લઈને સંસદ સુધી ખેડૂતો માટે અવાજ ઉઠાવશે, કારણ કે “ખેડૂતોનું ભલું નહીં થાય તો ગુજરાત નંબર વન નહીં બને.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic