Thursday, 29 October 2026
  • Home  
  • શું તમારું ખાતું SBIમાં છે? ડાર્ક વેબ પર ૩,૮૯૭ ગ્રાહકોનો અંગત ડેટા લીક થતાં દેશની સૌથી મોટી બેંકની સ્પષ્ટતા!
- દેશ-દુનિયા - બિઝનેસ

શું તમારું ખાતું SBIમાં છે? ડાર્ક વેબ પર ૩,૮૯૭ ગ્રાહકોનો અંગત ડેટા લીક થતાં દેશની સૌથી મોટી બેંકની સ્પષ્ટતા!

નવી દિલ્હી: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકોની સુરક્ષાને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ડાર્ક વેબ (Dark Web) પર બેંકના ગ્રાહકોનો અંગત ડેટા લીક થયો હોવાની ગંભીર આશંકા સામે આવ્યા બાદ એસબીઆઈ દ્વારા બુધવાર, ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સ્ટોક એક્સચેન્જ (SEBI) ને સત્તાવાર જાણકારી આપવામાં […]

નવી દિલ્હી: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકોની સુરક્ષાને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ડાર્ક વેબ (Dark Web) પર બેંકના ગ્રાહકોનો અંગત ડેટા લીક થયો હોવાની ગંભીર આશંકા સામે આવ્યા બાદ એસબીઆઈ દ્વારા બુધવાર, ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સ્ટોક એક્સચેન્જ (SEBI) ને સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. ડાર્ક વેબ પર ઉપલબ્ધ આશરે ૩.૭૫ લાખ રેકોર્ડ્સના પ્રાથમિક પૃથ્થકરણ દરમિયાન બેંકે સ્વીકાર્યું છે કે ૩,૮૯૭ ગ્રાહકોના અંગત ઓળખ ધરાવતા રેકોર્ડ્સ (Personally Identifiable Information – PII) લીક થયા હોવાનું ઓળખાયું છે.

મળતી વિગતો મુજબ, ગત ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સિક્યોરિટી સર્વિસ પ્રોવાઈડર, ડિફેન્સ સાયબર એજન્સી અને કેન્દ્રીય સાયબર સુરક્ષા એજન્સી CERT-In દ્વારા SBI ને ડાર્ક વેબ પર સંભવિત ડેટા લીક અંગે એલર્ટ મોકલવામાં આવ્યું હતું. હેકર જૂથ ‘સિરીયસિમ’ (Siriusim) અને સાયબર સિક્યોરિટી એકાઉન્ટ CyberPulse56 દ્વારા ડાર્ક વેબ પર ૩.૭૫ લાખથી વધુ રેકોર્ડ્સ અને ૨,૭૨૨ પીડીએફ (PDF) દસ્તાવેજો એક્સેસ કરવાનો દાવો કરાયો હતો. આ લીક થયેલી માહિતીમાં ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, જન્મતારીખ, પૂરું નામ, ઈમેઈલ આઈડી, રહેણાંક સરનામાં, બેંક બ્રાન્ચ અને CIF આઈડી ઉપરાંત લોન અરજીઓ અને દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

આ સાયબર ઘટના સામે આવ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક ધોરણે સાયબર ઈન્સિડન્ટ રિસ્પોન્સ અને કન્ટેનમેન્ટ પ્રોટોકોલ સક્રિય કરી દીધા છે. બેંકે આ સમગ્ર વિવાદ અને ગ્રાહકોના ડેટા સાથે થયેલી છેડાછેડીની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે CERT-In ની બોર્ડમાં સામેલ એક સ્વતંત્ર એક્સપર્ટ સાયબર સિક્યોરિટી એજન્સીની રોકાણ કરી લીધી છે. આ સાયબર નિષ્ણાતો ડેટા લીકના મૂળ સ્ત્રોત, જોખમનું પ્રમાણ અને ગ્રાહકોની વિગતોની પ્રમાણભૂતતા તપાસી રહ્યા છે.

જોકે, પોતાના કરોડો ગ્રાહકોને આશ્વાસન આપતાં SBI એ સ્પષ્ટતા કરી છે કે આ ડેટા લીકની ઘટનાથી બેંકના મુખ્ય કામકાજ (Core Business Operations), નાણાકીય કામગીરી કે સેવાઓની નિરંતરતા પર કોઈ વિપરીત અસર પડી નથી. બેંકના મુખ્ય સેન્ટ્રલ સર્વર અને નાણાકીય ભંડોળ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તમામ શાખાઓ નિયમિતપણે કોઈ પણ અવરોધ વિના કાર્યરત છે. નોંધનીય છે કે, અગાઉ ઓગસ્ટ માસમાં બેંક ઓફ બરોડા (BoB) ના એક કર્મચારીના ઈમેઈલ કમ્પ્રોમાઈઝ બાદ ડાર્ક વેબ પર ૧ ટીબી જેટલો ડેટા લીક થયાના દાવા સામે આવ્યા હતા, ત્યારે હવે દેશની સૌથી મોટી બેંકના ડેટા એક્સપોઝરે સાયબર સુરક્ષા સામે ફરી મોટા સવાલો ખડા કર્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic