૧૨ મિનિટમાં ઊભી થશે ૩૦૦ બેડની ‘મોબાઈલ હોસ્પિટલ’, CM ભુપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન!
ગાંધીનગર: કુદરતી આપત્તિઓ, અકસ્માતો કે કટોકટીના સમયમાં તાત્કાલિક જીવનરક્ષક સારવાર પૂરી પાડવા માટે ગુજરાત સરકારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વની અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ (ભીષ્મ ક્યુબ) ના વિશિષ્ટ નિદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ […]
