Monday, 2 November 2026

Tag: Gujarat News

દેશ-દુનિયા

અમેરિકન પતિની અંતિમ ઈચ્છા પૂરી કરવા જાપાની પત્ની ઉત્તરાખંડ આવી, પવિત્ર સરયૂ નદીમાં અસ્થિ વિસર્જન કર્યા

બાગેશ્વર (ઉત્તરાખંડ): પ્રેમ, સમર્પણ અને ભારતીય સનાતન પરંપરાનો એક અનોખો અને હૃદયસ્પર્શી કિસ્સો ઉત્તરાખંડના હિમાલયી નગર બાગેશ્વરથી સામે આવ્યો છે. પોતાના સ્વર્ગસ્થ અમેરિકન પતિની આખરી ઇચ્છાને માન આપવા માટે એક જાપાની મહિલા હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ઉત્તરાખંડ પહોંચી હતી. જાપાનથી બાગેશ્વર પહોંચેલી આ મહિલાએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પવિત્ર સરયૂ નદીમાં પોતાના પતિના અસ્થિઓનું વિસર્જન […]

ઉત્તર ગુજરાત ગુજરાત

‘હર ઘર તિરંગા’ બને ‘હર દિલ તિરંગા’ : CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર: પાટનગર ગાંધીનગર આજે સંપૂર્ણપણે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. દેશભરમાં ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન આયોજિત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ભવ્ય ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક યાત્રાને […]

ગુજરાત મધ્ય ગુજરાત

સંસ્કારી નગરીનો ગ્રીન સંકલ્પ : વડોદરામાં વધુ ૨૦ નવી AC ઇલેક્ટ્રિક બસ દોડશે, ઓક્ટોબર સુધીમાં ઇ-બસનો આંકડો ૧૦૦ પહોંચશે

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના પ્રજાજનો માટે જાહેર પરિવહન ક્ષેત્રે એક મોટા અને આનંદદાયક સમાચાર આવ્યા છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના જાહેર વાહનવ્યવહારને વધુ મજબૂત અને પ્રદૂષણમુક્ત બનાવવાના ભાગરૂપે વધુ ૨૦ નવી પીએમ ઇ-બસો (PM e-Buses) નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ૨૦ એસી ઇલેક્ટ્રિક બસોના ઉમેરા સાથે જ વડોદરા શહેરમાં દોડતી કુલ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મેઘરાજાની સેકન્ડ ઈનિંગ! ગુજરાતમાં ૮ અને ૯ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનો બીજો તબક્કો વધુ સક્રિય બનવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૧૨ ઓગસ્ટ સુધી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. જોકે, ખાસ કરીને ૮ અને ૯ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

SOU નર્મદા નદીમાં ૬૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું લોન્ચિંગ! જાણો તમામ ખાસિયતો

એકતા નગર (નર્મદા): વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SoU) ખાતે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પર્યટનનો અનુભવ હવે વધુ યાદગાર અને ભવ્ય બનવા જઈ રહ્યો છે. એકતા નગર ખાતે નર્મદા નદીના પવિત્ર અને રમણીય જળમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને લક્ઝુરિયસ ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ જરૂરી સિક્યોરિટી ક્લિયરન્સ અને સંબંધિત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

પાસપોર્ટ અરજદારો માટે મોટા સમાચાર : હવે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી!

ગાંધીનગર: રાજ્યના પાસપોર્ટ અરજદારો માટે અત્યંત રાહતજનક અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ સરળ, સુગમ અને પારદર્શક બનાવવા માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની કે રૂબરૂ જવાની કોઈ જ આવશ્યકતા રહેશે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ભરૂચના ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ગંદુ સુએજ વોટર ઠાલવ્યાનો આક્ષેપ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની માંગ

ભરૂચ: ભરૂચ નજીક આવેલા ચાવજ ગામથી કાસદ જવાના માર્ગ પર કાસદના નાળા પાસે પર્યાવરણ અને ખેડૂતોના હિતો સાથે ખુલ્લેઆમ ચેડાં કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં આવેલા એક ખેડૂતના ખેતર બહારથી પસાર થતી વરસાદી કાંસમાં ટેન્કર મારફતે ગંદુ અને દુર્ગંધયુક્ત સુએજનું પાણી છોડવામાં આવતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. ઘટનાની […]

ગુજરાત લાઈફસ્ટાઈલ

રક્ષાબંધન પર બહેનો માટે ખુશખબર : પોસ્ટ ઓફિસમાં માત્ર રૂ.૧૦ માં મળશે વોટર-રેઝિસ્ટન્ટ ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ!

અમદાવાદ: ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશ અને વિદેશમાં વસતા ભાઈઓ સુધી રાખડી સુરક્ષિત, આકર્ષક અને સમયસર પહોંચી શકે તે માટે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ (PMG) કૃષ્ણ કુમાર યાદવે વિશેષ ડિઝાઇનર રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ […]

દેશ-દુનિયા લાઈફસ્ટાઈલ

વિશ્વ લંગ કેન્સર દિવસ ૨૦૨૬ : GCRI અમદાવાદ ખાતે ૫ વર્ષમાં ફેફસાના કેન્સરના ૪,૮૩૦ કેસ નોંધાયા

અમદાવાદ. દર વર્ષે ૧લી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ લંગ કેન્સર દિવસ’ (World Lung Cancer Day) તરીકે ઉજવવામાં આવે છે. ફેફસાનું કેન્સર એ વૈશ્વિક સ્તરે કેન્સરથી થતા મૃત્યુઓમાં સૌથી મોટું કારણ છે. આ ગંભીર બીમારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા અને જાગૃતિ ફેલાવવા માટે ‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (GCRI), અમદાવાદ દ્વારા “તમાકુ છોડો, ફેફસાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા-નડિયાદ સહિત મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, MLA પંકજ દેસાઈની નાગરિકોને ખાસ અપીલ

ખેડા: હવામાન વિભાગ (IMD) દ્વારા મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, અમદાવાદ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની કડક આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને પગલે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર અને રાજકીય નેતૃત્વ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. ખેડાના ધારાસભ્ય પંકજ દેસાઈએ પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કલેક્ટર દ્વારા મળેલી […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic