Thursday, 29 October 2026
  • Home  
  • વડોદરામાં રખડતા શ્વાનો મુદ્દે હોબાળો, પ્રાણી પ્રેમીઓનું પાલિકામાં આવેદન
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં રખડતા શ્વાનો મુદ્દે હોબાળો, પ્રાણી પ્રેમીઓનું પાલિકામાં આવેદન

વડોદરા: વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ (SSG Hospital) માંથી વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ટીમ દ્વારા પકડવામાં આવેલા રખડતા શ્વાનો (Stray Dogs) નો મુદ્દો હવે ગંભીર વિવાદમાં ફેરવાયો છે. પાલિકા દ્વારા આશરે ૨૦ જેટલા શ્વાનોને રેસ્ક્યુ કરીને સેન્ટરમાં પૂરવામાં આવ્યા છે, જેની સામે આજે જીવદયા પ્રેમીઓ અને ‘પીપલ ફોર એનિમલ્સ’ (People For Animals) ની […]

વડોદરા: વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ (SSG Hospital) માંથી વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ટીમ દ્વારા પકડવામાં આવેલા રખડતા શ્વાનો (Stray Dogs) નો મુદ્દો હવે ગંભીર વિવાદમાં ફેરવાયો છે. પાલિકા દ્વારા આશરે ૨૦ જેટલા શ્વાનોને રેસ્ક્યુ કરીને સેન્ટરમાં પૂરવામાં આવ્યા છે, જેની સામે આજે જીવદયા પ્રેમીઓ અને ‘પીપલ ફોર એનિમલ્સ’ (People For Animals) ની ટીમે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું.

વડોદરાના જાણીતા શ્વાન પ્રેમી પંકજ વશિષ્ઠ, ચંચલ વશિષ્ઠ સહિતના અગ્રણીઓએ પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જીવદયા પ્રેમીઓના મતે, વ્યવસ્થિત એનિમલ સેન્ટરો બનાવ્યા વગર જ ખોટી રીતે અને ક્રૂરતાપૂર્વક આ શ્વાનોને ગોંધી રાખવામાં આવ્યા છે. સેન્ટરની અંદર કોઈ પશુ ડૉક્ટર છે કે નહીં અથવા કોઈ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે પણ જોવા દેવામાં આવી રહ્યું નથી.

એક જીવદયા પ્રેમીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “એસ.એસ.જી. હોસ્પિટલમાંથી શ્વાનોને પકડ્યાને ૧૦ દિવસ જેટલો લાંબો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેમને મુક્ત કરાયા નથી. અમારી ટીમનો એક સભ્ય અંદર જઈને સ્થિતિ જોઈ આવ્યો છે. તમામ ૨૦ શ્વાનોને એક જ રૂમમાં અત્યંત ગંદી અને દયનીય હાલતમાં પૂરી રાખવામાં આવ્યા છે. જો તેમને હજુ વધુ દિવસો ત્યાં રાખવામાં આવશે, તો ભૂખ, તરસ અને બીમારીના કારણે તેઓ મરી જશે તેવી ભીતિ છે.”

પ્રાણી પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને એબીસી (Animal Birth Control) ના નિયમોનો હવાલો આપતા જણાવ્યું હતું કે, નિયમ અનુસાર રખડતા શ્વાનોને માત્ર નસબંધી (Sterilization) ના ઓપરેશન માટે જ શેલ્ટરમાં રાખી શકાય, આ રીતે તેમને લાંબો સમય કેદ કરી શકાય નહીં. વડોદરામાં શ્વાનો માટે કોઈ યોગ્ય સરકારી શેલ્ટર હોમ પણ નથી.

આ ગંભીર ઘટના અંગે તાત્કાલિક તમામ શ્વાનોને મુક્ત કરવાની માંગ સાથે વડોદરાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને સત્તાવાર ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ સમગ્ર મામલાની વિગતવાર જાણ જાણીતા પ્રાણી પ્રેમી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને પણ કરવામાં આવી હોવાનું શ્વાન પ્રેમીઓએ જણાવ્યું હતું.

જીવદયા પ્રેમીઓની મુખ્ય માંગ એ છે કે આ નિર્દોષ શ્વાનોને જે-તે સ્થળેથી પકડવામાં આવ્યા હતા ત્યાં જ સત્વરે મુક્ત (રિલીઝ) કરવામાં આવે. જો વડોદરા કોર્પોરેશન અને વહીવટી તંત્ર દ્વારા તેમની ન્યાયિક માંગણીઓ સાંભળવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં શ્વાનોના હકો અને કાયદાના રક્ષણ માટે નામદાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic