Friday, 17 April 2026
  • Home  
  • વિશ્વની સૌથી મોટી સોલાર ડિશ હવે ગુજરાતમાં : ગોરજ મુની સેવા આશ્રમમાં 7 માળ ઊંચી ડિશથી બનશે 2000 લોકોની રસોઈ
- ગુજરાત - દેશ-દુનિયા - બિઝનેસ - મધ્ય ગુજરાત

વિશ્વની સૌથી મોટી સોલાર ડિશ હવે ગુજરાતમાં : ગોરજ મુની સેવા આશ્રમમાં 7 માળ ઊંચી ડિશથી બનશે 2000 લોકોની રસોઈ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ મુની સેવા આશ્રમ, ગોરજ ખાતે આત્મનિર્ભર ભારત અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અહીં દુનિયાની સૌથી ઊંચી અને મોટી ‘સોલાર કોન્સન્ટ્રેટર’ ડિશ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આશરે સાત માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતી આ ડિશથી આશ્રમમાં ઈંધણના ખર્ચમાં મોટો ઘટાડો થશે અને પર્યાવરણને […]

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ મુની સેવા આશ્રમ, ગોરજ ખાતે આત્મનિર્ભર ભારત અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અહીં દુનિયાની સૌથી ઊંચી અને મોટી ‘સોલાર કોન્સન્ટ્રેટર’ ડિશ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આશરે સાત માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતી આ ડિશથી આશ્રમમાં ઈંધણના ખર્ચમાં મોટો ઘટાડો થશે અને પર્યાવરણને પણ મોટો ફાયદો થશે.

અગાઉ મુની સેવા આશ્રમમાં રસોઈ અને અન્ય જરૂરિયાતો માટે રોજનું આશરે 1000 કિલો લાકડું બાળવામાં આવતું હતું. હવે આ વિશાળ સૌર ડિશ કાર્યરત થતા લાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થશે, જેનાથી કાર્બન ઉત્સર્જન શૂન્ય થશે. આ સ્ટીમ ટેકનોલોજીની મદદથી હવે દરરોજ 2000 લોકોની રસોઈ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત, હોસ્પિટલમાં લોન્ડ્રી, સ્ટેરિલાઇઝેશન અને ગરમ પાણી માટે પણ આ સ્ટીમનો ઉપયોગ થશે.

આ અદ્યતન ટેકનોલોજી વિકસાવનાર દીપક ગઢિયાએ જણાવ્યું હતું કે, આ ડિશની કાર્યપ્રણાલી અદ્ભુત છે:

તાપમાન: આ ડિશમાં 300 જેટલા નાના અરીસા લગાવવામાં આવ્યા છે જે સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને 1700 ડિગ્રી સેલ્સિયસ જેટલું પ્રચંડ તાપમાન પેદા કરે છે.

સન ટ્રેકિંગ: જેમ સૂર્યમુખી ફૂલ સૂર્યની દિશામાં ફરે છે, તેમ આ ડિશ પણ સૂર્યની ગતિ મુજબ આપમેળે ફરે છે.

AC પ્લાન્ટ: હાલમાં આવી બે ડિશ દ્વારા હોસ્પિટલના 200 ટન ક્ષમતાના એરકન્ડીશન (AC) પ્લાન્ટ ચલાવવામાં આવશે. આ પ્લાન્ટ હવે ગેસ કે વીજળીને બદલે સંપૂર્ણ સ્ટીમ આધારિત રહેશે.

ઓટોમેટિક કંટ્રોલ: સિસ્ટમ સંપૂર્ણપણે સોફ્ટવેર સંચાલિત છે. પવનની ગતિ વધતા નુકસાન ન થાય તે માટે સિસ્ટમ આપમેળે ડિશને સુરક્ષિત સ્થિતિમાં લાવી દે છે.

મૂળ ઓસ્ટ્રેલિયાની આ ટેકનોલોજીને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ હવે સંપૂર્ણપણે ભારતમાં જ ઉત્પાદિત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા બહાર ભારત આ ટેકનોલોજી અપનાવનાર પ્રથમ દેશ બન્યો છે. આ પ્રોજેક્ટ માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર દ્વારા ₹ 1.6 કરોડની ગ્રાન્ટ અને આપાર કેબલ કંપનીના CSR ફંડનો સહયોગ પ્રાપ્ત થયો છે.

મુની સેવા આશ્રમના ડૉ. વિક્રમભાઈના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજી ઓછી જમીનમાં વધુ ઉર્જા આપે છે, જે મોટી સંસ્થાઓ અને હોસ્પિટલો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic