Thursday, 11 June 2026
  • Home  
  • ગુજરાત પોલીસ વડાએ જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈને અરજદારો સાથે રૂબરૂ સંવાદ કર્યો
- ઉત્તર ગુજરાત - ગુજરાત

ગુજરાત પોલીસ વડાએ જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈને અરજદારો સાથે રૂબરૂ સંવાદ કર્યો

ગાંધીનગર. તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે જી.એસ. મલિકે ચાર્ચ સંભાળ્યો છે. ત્યારે આજે તેઓએ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને નાગરિકોની રજુઆતો પણ સાંભળી હતી. મળતી માહિતી અનુસાર રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. […]

ગાંધીનગર. તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે જી.એસ. મલિકે ચાર્ચ સંભાળ્યો છે. ત્યારે આજે તેઓએ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને નાગરિકોની રજુઆતો પણ સાંભળી હતી.

મળતી માહિતી અનુસાર રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે રૂબરૂ આવેલા અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતેના આ કેન્દ્રમાં નાગરિકો કેવા પ્રકારના પ્રશ્નો લઈને આવે છે, તેમની મુખ્ય સમસ્યાઓ શું છે અને કયા જિલ્લાઓમાંથી અરજદારોની સંખ્યા વધુ રહે છે, તેની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી છે. આ સમીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે, જે જિલ્લાઓમાંથી વધુ નાગરિકોને ગાંધીનગર સુધી આવવું પડે છે, ત્યાં સ્થાનિક સ્તરે જ ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી.

રાજ્ય પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય નાગરિકોને પોતાના નાના-મોટા પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે અને સ્થાનિક (જિલ્લા) સ્તરે જ તેમની ફરિયાદોનો સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ સક્ષમ અને અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. હાલના તબક્કે ગાંધીનગર ખાતે જે પણ રજૂઆતો આવે છે, તેને તાત્કાલિક સંબંધિત જિલ્લા કે જે-તે યુનિટમાં મોકલી આપીને અરજદારોને ઝડપી, પારદર્શી અને ન્યાયિક નિકાલ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા પોલીસ પ્રશાસન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી, પરંતુ તે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ છે. આ નાગરિક કેન્દ્રિત અભિગમ આગામી દિવસોમાં જિલ્લા સ્તરે પણ એટલો જ મજબૂત કરાશે, જેથી સમગ્ર પોલીસ તંત્ર વધુ લોકભોગ્ય, લોકોપયોગી અને જવાબદાર બને.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic