Monday, 31 August 2026
  • Home  
  • ગુજરાતના માછીમારો પ્રથમવાર વાપરશે ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’, ૨૦.૯૬ કરોડના ખર્ચે વિનામૂલ્યે કરાશે વિતરણ!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - બિઝનેસ - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાતના માછીમારો પ્રથમવાર વાપરશે ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’, ૨૦.૯૬ કરોડના ખર્ચે વિનામૂલ્યે કરાશે વિતરણ!

ગાંધીનગર: દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહેલું ગુજરાત રાજ્ય હવે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સીફૂડ વેપારમાં નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ (PMMSY) હેઠળ રાજ્યમાં પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) લગાડવાનો એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દરિયાઈ કાચબાઓનું સંરક્ષણ […]

ગાંધીનગર: દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહેલું ગુજરાત રાજ્ય હવે દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સીફૂડ વેપારમાં નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ (PMMSY) હેઠળ રાજ્યમાં પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) લગાડવાનો એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દરિયાઈ કાચબાઓનું સંરક્ષણ થશે જ, પણ સાથે-સાથે અમેરિકા જેવા વૈશ્વિક બજારોમાં ગુજરાતના ઝીંગા (Shrimp) નિકાસના દ્વાર ફરી એકવાર મોકળા થશે.

મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી આ અભિનવ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. યોજના હેઠળ રાજ્યના ૮,૯૨૫ માછીમારોને ૧૦૦% સરકારી સહાય સાથે સંપૂર્ણપણે વિનામૂલ્યે TED યુનિટ્સ પૂરાં પાડવામાં આવશે. આ આખા પ્રોજેક્ટ માટે રૂપિયા ૨૦.૯૬ કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સૌથી વધુ ૮,૯૨૫ TED યુનિટ્સ એકમાત્ર ગુજરાત માટે મંજૂર કરાયા છે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકા દ્વારા ભારતથી આયાત થતા ‘વાઇલ્ડ કોટ શ્રિમ્પ’ (દરિયામાંથી પકડાયેલા ઝીંગા) પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા, કારણ કે માછીમારી દરમિયાન દરિયાઈ કાચબાઓ જાળમાં ફસાઈને મૃત્યુ પામતા હતા.

પ્રોજેક્ટ પાસુંમહત્વપૂર્ણ વિગત
ડિવાઇસનું નામટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (Turtle Excluder Device – TED)
ડિઝાઇન કરનાર સંસ્થાICAR – સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી (CIFT), કોચી
વૈશ્વિક માપદંડઅમેરિકાના NOAA (નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન) મુજબ
કામગીરીઝીંગા જાળીમાં જ રહેશે, જ્યારે કાચબા ‘એક્ઝિટ ફ્લેપ’ દ્વારા સુરક્ષિત બહાર નીકળી શકશે

દરિયાઈ કાચબાઓ દરિયાઈ નિવસનતંત્ર (Ecosystem) જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. TED ના ઉપયોગથી કાચબાઓનો મૃત્યુદર શૂન્યની નજીક પહોંચશે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરના જરૂરી ગ્રીન સર્ટિફિકેશન્સ મેળવવાનું અત્યંત સરળ બની જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતના સીફૂડ નિકાસકારો અને માછીમારોની આવકમાં ધરખમ વધારો થશે અને ગુજરાતની ‘બ્લુ ઇકોનોમી’ (Blue Economy) નવી ઊંચાઈઓ સર કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic