Monday, 31 August 2026
  • Home  
  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના દિલ્હી ખાતેથી શ્રીગણેશ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન!
- ગુજરાત - દેશ-દુનિયા - બિઝનેસ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના દિલ્હી ખાતેથી શ્રીગણેશ, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન!

નવી દિલ્હી: વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી વિકાસની ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવતા, ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ ના પ્રમોશનલ કાર્યક્રમ ‘કર્ટેન રેઈઝર’ (Curtain Raiser) નું નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગ સાહસિકો અને ઇન્વેસ્ટર્સને ‘વિકસિત ભારત 2047’ ના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત […]

નવી દિલ્હી: વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી વિકાસની ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવતા, ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ ના પ્રમોશનલ કાર્યક્રમ ‘કર્ટેન રેઈઝર’ (Curtain Raiser) નું નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગ સાહસિકો અને ઇન્વેસ્ટર્સને ‘વિકસિત ભારત 2047’ ના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત 2047’ ની વિકાસયાત્રામાં સહભાગી થવા હૃદયપૂર્વક આહ્વાન કર્યું હતું.

નવી દિલ્હી ખાતે ઉપસ્થિત વિશાળ ઉદ્યોગ જગતને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, “જ્યાં નીતિમાં સ્થિરતા (Policy Stability), કાર્યોમાં પારદર્શિતા (Transparency) અને વ્યવસ્થામાં ગતિ (Speed) હોય, ત્યાં રોકાણકારો આપોઆપ આકર્ષાય છે.” ‘વિકસિત ગુજરાત-શેપિંગ ગ્લોબલ ફ્યુચર’ ની થીમ સાથે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2027 મુખ્યત્વે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ફિનટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સોફ્ટ પાવર જેવા ભવિષ્યના ક્ષેત્રો પર કેન્દ્રિત રહેશે. વડાપ્રધાન દ્વારા ઘોષિત સપ્તધારા વિકાસ મોડેલને સાકાર કરવા મેન્યુફેક્ચરિંગ, ડાયમંડ, ટેકનોલોજી અને બ્લુ ઇકોનોમીના સમન્વયથી ગુજરાત આગળ વધશે.

ગુજરાતની ભવ્ય આર્થિક સિદ્ધિઓની આંકડાકીય વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક્ઝિક્યુશન વિનાનું વિઝન માત્ર ભાષણ છે. ગુજરાતે સચોટ વિઝન અને ઝડપી અમલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિઝન અને એક્ઝિક્યુશનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ગુજરાત. ગુજરાતમાં રોકાણ કરેલો એક-એક રૂપિયો સુરક્ષિત અને યોગ્ય રિટર્નની ગેરંટી છે. સેમિકન્ડક્ટરથી પોર્ટ્સ સુધી “ગુજરાત” રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે, જે 25 વર્ષનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ રોકાણકારોને સંબોધતા જણાવ્યું કે, લોથલ કાળથી લઈને આજ સુધી ગુજરાતના ડીએનએ (DNA) માં જ વ્યાપાર અને ઉદ્યોગસાહસિકતા વણાયેલી છે. વૈશ્વિક મંદી કે અસ્થિરતા વચ્ચે પણ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic