Tuesday, 1 September 2026
  • Home  
  • CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય : ગુજરાતમાં ખાનગી શાળા-કૉલેજના NCC કૅડેટ્સને પણ મળશે ૧૦૦% રાષ્ટ્રીય કૅમ્પ ભથ્થું
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય : ગુજરાતમાં ખાનગી શાળા-કૉલેજના NCC કૅડેટ્સને પણ મળશે ૧૦૦% રાષ્ટ્રીય કૅમ્પ ભથ્થું

ગાંધીનગર: રાજ્યના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશસેવાની ભાવનાને વધુ સુદ્રઢ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારે NCC (નેશનલ કૅડેટ કૉર્પ્સ)ના કૅડેટ્સના હિતમાં એક ઐતિહાસિક અને સમાન તક આપતો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવેથી સરકારી શાળા-કૉલેજોની જેમ જ ખાનગી શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા NCC કૅડેટ્સ જ્યારે રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ […]

ગાંધીનગર: રાજ્યના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશસેવાની ભાવનાને વધુ સુદ્રઢ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારે NCC (નેશનલ કૅડેટ કૉર્પ્સ)ના કૅડેટ્સના હિતમાં એક ઐતિહાસિક અને સમાન તક આપતો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવેથી સરકારી શાળા-કૉલેજોની જેમ જ ખાનગી શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા NCC કૅડેટ્સ જ્યારે રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે પસંદગી પામશે, ત્યારે તેમનો ૧૦૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરકારી સંસ્થાઓના કૅડેટ્સને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા દરો મુજબ કૅમ્પ ભથ્થાં મળતા હતા, પરંતુ ખાનગી શાળા-કૉલેજના કૅડેટ્સને કોઈ આર્થિક સહાય મળતી નહોતી. કૅમ્પમાં ભાગ લેવાનો તમામ ખર્ચ કૅડેટ્સ અથવા તેમની સંસ્થાઓએ જાતે ઉઠાવવો પડતો હતો, જેના કારણે અનેક તેજસ્વી કૅડેટ્સ ક્ષમતા હોવા છતાં આર્થિક અડચણોને લીધે પાછળ રહી જતા હતા. હવે રાજ્ય સરકારે આ ભેદભાવ દૂર કરીને ખાનગી સંસ્થાઓના કૅડેટ્સનો રાષ્ટ્રીય કૅમ્પનો તમામ ખર્ચ પોતાના શિરે લેવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સ્થાન મેળવવા માટે કૅડેટ્સે આશરે ૪ થી ૫ કઠિન સ્પર્ધાત્મક કૅમ્પોમાંથી પસાર થવું પડે છે. આ નિર્ણયથી નીચે મુજબના રાષ્ટ્રીય કૅમ્પોમાં જનારા કૅડેટ્સને સીધો લાભ થશે:

કૅમ્પનું નામપૂરું નામ અને મહત્વ
RDCરિપબ્લિક ડે કન્ટિન્જન્ટ (Republic Day Contingent)
TSC / VSC / NSCથલ સૈનિક, વાયુ સૈનિક અને નેવલ સૈનિક કૅમ્પ્સ
YEPયુથ એક્સચેન્જ પ્રોગ્રામ (Youth Exchange Programme)
NLEનેશનલ લેવલ ઈવેન્ટ્સ (National Level Events)

કેન્દ્ર સરકાર દ્વારા સમયઅંતરે નક્કી કરવામાં આવતા દર મુજબ આ ભથ્થાં ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી કૅડેટ્સને નીચે મુજબની સવલતોમાં આર્થિક મુક્તિ મળશે:

  1. મેસિંગ ચાર્જિસ (ખોરાકનો ખર્ચ)
  2. ટ્રાવેલિંગ એલાઉન્સ (મુસાફરી ખર્ચ)
  3. જનરેશન અને ઇન્સિડેન્ટલ ચાર્જિસ
  4. POL ચાર્જિસ (ઇંધણ અને વાહન વ્યવહાર ખર્ચ)

ગુજરાતના વધુને વધુ યુવાનો રાષ્ટ્રીય મંચ પર રાજ્યનું નામ રોશન કરે અને આર્થિક ક્ષમતાને બદલે માત્ર મહેનત, શિસ્ત અને પ્રતિભાના આધારે આગળ વધે તે દિશામાં આ નિર્ણય એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic