Tuesday, 21 April 2026
  • Home  
  • ‘વિશ્વાસ ૨.૦’ પ્રોજેક્ટ અને AI ટેકનોલોજીથી સજ્જ થશે વડોદરાનું સુરક્ષા કવચ, ૫૫ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- ગુજરાત - મધ્ય ગુજરાત

‘વિશ્વાસ ૨.૦’ પ્રોજેક્ટ અને AI ટેકનોલોજીથી સજ્જ થશે વડોદરાનું સુરક્ષા કવચ, ૫૫ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે વિકાસ અને સુરક્ષાના નવા પ્રકરણનો પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર અને જિલ્લાને કુલ રૂપિયા ૫૩૮ કરોડના વિવિધ ૫૫ જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પ્રકલ્પો ‘ડબલ એન્જિન’ સરકારના […]

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે વિકાસ અને સુરક્ષાના નવા પ્રકરણનો પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર અને જિલ્લાને કુલ રૂપિયા ૫૩૮ કરોડના વિવિધ ૫૫ જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પ્રકલ્પો ‘ડબલ એન્જિન’ સરકારના વિકાસલક્ષી અભિગમનું પરિણામ છે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ ના બીજા તબક્કા પર વિશેષ ભાર મૂક્યો હતો. ગુજરાત પોલીસના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત વડોદરા શહેરમાં અદ્યતન સીસીટીવી કેમેરા નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેમાં સરકારી તથા ખાનગી કેમેરાઓને એકીકૃત કરીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. હાલના તબક્કામાં હજારો કેમેરાઓને એક સંકલિત સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે, જેના કારણે ગુનાઓના ઝડપી નિરાકરણમાં મદદ મળી રહી છે અને નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં આ કેમેરા નેટવર્કને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી સાથે જોડવામાં આવશે, જેમાં ફેશિયલ રિકગ્નિશન અને નંબર પ્લેટ ઓળખ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. આ પગલાં પોલીસ માટે ફોર્સ મલ્ટીપ્લાયર સાબિત થશે અને ગુનેગારોને ઝડપી રીતે શોધવામાં મદદરૂપ બનશે.

રાજ્ય સરકાર દ્વારા માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સુરક્ષાકર્મીઓના કલ્યાણ માટે પણ મોટા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. પોલીસ હાઉસિંગ, નવી જેલ સુવિધાઓ અને અદ્યતન પોલીસ સ્ટેશનોના નિર્માણ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ-મકાન, શિક્ષણ અને નર્મદા નદી પરના મહત્વપૂર્ણ બ્રિજ જેવા કામોથી પરિવહન અને શિક્ષણ ક્ષેત્રે નવી ગતિ આવશે.

તેમણે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના વિકાસ માટે પણ વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં માર્ગ-મકાન, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોનો સમાવેશ થાય છે. ખાસ કરીને નર્મદા નદી પરનો મહત્વપૂર્ણ બ્રિજ અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા જેવા પ્રકલ્પો વિસ્તારના લોકો માટે લાભદાયી સાબિત થશે. અંતમાં તેમણે નાગરિકોને આ સુવિધાઓનું સંરક્ષણ કરવા અને શહેરને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને વિકાસશીલ બનાવવા સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર “સેવા, સુરક્ષા અને શાંતિ”ના મંત્ર સાથે કાર્યરત છે. સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ જેવા ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી છે. ડીજીપી કે. એલ. એન. રાવ અને પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પણ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીના કારણે ક્રાઈમ ડિટેક્શન રેટમાં વધારો થયો છે અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે. આ પ્રસંગે દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic