Thursday, 24 September 2026
  • Home  
  • ‘પનવેલ નિકલના હૈ’ ડાયલોગ મારવો પડ્યો ભારે, નિરમા યુનિ.ના પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડી આપી ધમકી
- ગુજરાત - મધ્ય ગુજરાત

‘પનવેલ નિકલના હૈ’ ડાયલોગ મારવો પડ્યો ભારે, નિરમા યુનિ.ના પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડી આપી ધમકી

અમદાવાદ: અમદાવાદની ખ્યાતનામ નિરમા યુનિવર્સિટીમાં યોજાયેલા એક સાંસ્કૃતિક અને ટેકનિકલ કાર્યક્રમ દરમિયાન એક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. યુનિવર્સિટીના એક વરિષ્ઠ પ્રોફેસર અને વિભાગીય વડા (HOD) દ્વારા સ્ટેજ પર એક વિદ્યાર્થીનો કોલર પકડીને તેને જાહેરમાં ધમકાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રોફેસરે વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવાની અને કરિયર બરબાદ કરી નાખવાની […]

અમદાવાદ: અમદાવાદની ખ્યાતનામ નિરમા યુનિવર્સિટીમાં યોજાયેલા એક સાંસ્કૃતિક અને ટેકનિકલ કાર્યક્રમ દરમિયાન એક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. યુનિવર્સિટીના એક વરિષ્ઠ પ્રોફેસર અને વિભાગીય વડા (HOD) દ્વારા સ્ટેજ પર એક વિદ્યાર્થીનો કોલર પકડીને તેને જાહેરમાં ધમકાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રોફેસરે વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવાની અને કરિયર બરબાદ કરી નાખવાની ધમકી આપતાં આ મામલે ભારે ધમાસાણ મચી ગયું છે, જ્યારે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા આ ઘટના સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, નિરમા યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન (EI) વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ‘ટેક્નોફોરા’ (Technophora) નામના વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન રજત સૂદનો એક શો રાખવામાં આવ્યો હતો. શો દરમિયાન વિભાગના HOD અને પ્રોફેસર એચ.કે. પટેલ માઇક પર વિદ્યાર્થીઓ અને એકત્રિત થયેલી સભાને સંબોધિત કરી રહ્યા હતા. પ્રોફેસર ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે ઓડિયન્સમાંથી એક ઉત્સાહી વિદ્યાર્થીએ બોલિવૂડ ફિલ્મ ‘ગોલમાલ-૩’નો પ્રખ્યાત ડાયલોગ બોલતા કહ્યું કે, “જલ્દી કર, કલ સુબહ પનવેલ નિકલના હૈ”.

વિદ્યાર્થીની આ કમેન્ટથી નારાજ થયેલા પ્રોફેસર એચ.કે. પટેલે તરત જ તે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવ્યો હતો. સ્ટેજ પર આવ્યા બાદ પ્રોફેસરે ગુસ્સામાં આવીને વિદ્યાર્થીનો શર્ટનો કોલર પકડી લીધો હતો અને તેને માઇક સામે જ ધમકાવવાનું શરૂ કર્યું હતું. વાયરલ વીડિયોમાં પ્રોફેસર અંગ્રેજીમાં એવું કહેતા સંભળાય છે કે, “હું કોઈપણ હદ સુધી જઈ શકું છું… જો નિરમા યુનિવર્સિટી કેમ્પસની કોઈપણ ફેકલ્ટીનું અપમાન કરવાની હિંમત કરી, તો તું હંમેશા માટે ગયો સમજી લેજે”. આ સમગ્ર ઘટનાનો વીડિયો અન્ય વિદ્યાર્થીઓએ કેમેરામાં કેદ કરી લેતાં તે ઘડીના છઠ્ઠા ભાગમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

આ ઘટના સામે આવ્યા બાદ જ્યારે વિવાદ વધ્યો ત્યારે મીડિયા દ્વારા પ્રોફેસર એચ.કે. પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે “મારે આ અંગે કશું જ કહેવું નથી” તેમ કહીને નિવેદન આપવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ, આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) એ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને પ્રોફેસર સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં નહીં આવે તો યુનિવર્સિટી કેમ્પસમાં વ્યાપક વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવાની ચેતવણી આપી છે. યુનિવર્સિટી પ્રશાસન હાલ આ મામલે આંતરિક તપાસ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic