Friday, 30 October 2026
  • Home  
  • જાપાનના ગઢ ટોક્યો અને શિઝુઓકામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ૧૧ મેગા બેઠકો અને ગવર્નર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો!
- ગુજરાત - દેશ-દુનિયા

જાપાનના ગઢ ટોક્યો અને શિઝુઓકામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ૧૧ મેગા બેઠકો અને ગવર્નર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો!

ટોક્યો (જાપાન) / અમદાવાદ: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને ગુજરાત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક તથા ઔદ્યોગિક સંબંધોને નવી દિવ્ય ઊંચાઈએ લઈ જવા માટે જાપાનના પ્રવાસે ગયેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના હાઇ-લેવલ ડેલિગેશને આજે ટોક્યો અને શિઝુઓકા ખાતે મેગા ઇન્વેસ્ટમેન્ટ એન્ગેજમેન્ટ્સ હાથ ધર્યા હતા. દિવસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં […]

ટોક્યો (જાપાન) / અમદાવાદ: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને ગુજરાત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક તથા ઔદ્યોગિક સંબંધોને નવી દિવ્ય ઊંચાઈએ લઈ જવા માટે જાપાનના પ્રવાસે ગયેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના હાઇ-લેવલ ડેલિગેશને આજે ટોક્યો અને શિઝુઓકા ખાતે મેગા ઇન્વેસ્ટમેન્ટ એન્ગેજમેન્ટ્સ હાથ ધર્યા હતા. દિવસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ૭ વન-ટુ-વન બેઠકો, ૨ સરકારી-દ્વિપક્ષીય મુલાકાતો, ૧ હાઇ-લેવલ ટેક્સટાઇલ રાઉન્ડટેબલ અને ૧ સત્તાવાર સ્ટેટ ડિનર સહિત એક જ દિવસમાં ૧૧ જેટલા અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આજના દિવસના પ્રથમ સત્રમાં નાયબ મુખ્યમંત્રીએ જાપાનની વૈશ્વિક સ્તરે અગ્રેસર કંપનીઓ સાથે વન-ટુ-વન (B2B) બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જેમાં ‘અલ્ટ્રાફેબ્રિક્સ હોલ્ડિંગ્સ’ના પ્રેસિડેન્ટ યોશિમુરા સાથે સિન્થેટિક લેધર ક્ષેત્રે રોકાણ અંગે, ‘કાનેકા કોર્પોરેશન’ના પ્રેસિડેન્ટ ઇસાવ ઓત્સુ સાથે કેમિકલ અને લાઇફસાયન્સ ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા તેમજ ‘ઇતોચુ કોર્પોરેશન’ના વરિષ્ઠ હોદ્દેદારો સાથે ગ્રીન એનર્જી અને વૈશ્વિક વેપાર ક્ષેત્રે સહયોગ અંગે સઘન વાટાઘાટો કરવામાં આવી હતી. આ ઉપરાંત, હાઇરેસો (Highreso) સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) સ્થાપિત કરવા સંદર્ભે પણ વિસ્તૃત વિચારવિમર્શ હાથ ધરાયો હતો.

બપોરના બીજા ચરણમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બુલેટ ટ્રેન મારફતે શિઝુઓકા પહોંચ્યા હતા. જ્યાં શિઝુઓકા પ્રીફેક્ચર ગવર્નમેન્ટ બિલ્ડિંગ ખાતે તેમણે શિઝુઓકાના ગવર્નર યાસુતોમો સુઝુકી સાથે વિશેષ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત અને શિઝુઓકા વચ્ચે ઔદ્યોગિક વિકાસ, આધુનિક ટેકનોલોજી અને સંયુક્ત સહયોગ અંગે ફળદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી અને ગવર્નરને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટે સત્તાવાર ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેક્સટાઇલ સેક્ટરના અગ્રણી જાપાની ઉદ્યોગપતિઓ સાથે યોજાયેલી ‘રાઉન્ડટેબલ વિથ ટેક્સટાઇલ પ્લેયર્સ’ કોન્ફરન્સમાં ગુજરાતની અદ્યતન ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ, નવી નીતિઓ અને નિકાસની તકો રજૂ કરી રાજ્યમાં રોકાણ કરવા આહવાન કરાયું હતું.

સાંજના આખરી સત્રમાં ટોક્યો પરત ફર્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ ઇલેક્ટ્રોનિક મટિરિયલ્સ ક્ષેત્રની દિગ્ગજ ‘ફ્યુજીફિલ્મ કોર્પોરેશન’, ઓટો કમ્પોનન્ટ ક્ષેત્રની અગ્રણી ‘યાઝાકી ઇન્ડિયા’ અને કાર્બન ક્રેડિટ ક્ષેત્રે કાર્યરત ‘ગ્રીન કાર્બન’ના પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરીને રોકાણની શક્યતાઓ ચકાસી હતી. આજના સમગ્ર દિવસના બિઝનેસ એન્ગેજમેન્ટ્સના અંતે જાપાન ખાતેના ભારતીય રાજદૂત દ્વારા ‘ઇન્ડિયા હાઉસ’ ખાતે નાયબ મુખ્યમંત્રી અને ભારતીય ડેલિગેશનના બહુમાનમાં એક વિશેષ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક મંત્રણાઓ અને ઉચ્ચ સ્તરીય બેઠકોના કારણે આ જાપાન પ્રવાસ ગુજરાતમાં અબજો રૂપિયાનું મૂડીરોકાણ લાવવા માટે ગેમચેન્જર સાબિત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic