Tuesday, 21 April 2026
  • Home  
  • અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 : સાબરમતી રિવરફ્રન્ટ પર ખીલી ઉઠશે ભારતની ભવ્યતા
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 : સાબરમતી રિવરફ્રન્ટ પર ખીલી ઉઠશે ભારતની ભવ્યતા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૪મા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના ફ્લાવર શોની થીમ “ભારત એક ગાથા” રાખવામાં આવી છે, જે અંતર્ગત ભારતના પૌરાણિક વારસાથી માંડીને આધુનિક ભારતની પ્રગતિની ગાથા ફૂલોના સુંદર માધ્યમથી રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શનનો શુભારંભ ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ માનનીય મુખ્યમંત્રી […]

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૪મા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના ફ્લાવર શોની થીમ “ભારત એક ગાથા” રાખવામાં આવી છે, જે અંતર્ગત ભારતના પૌરાણિક વારસાથી માંડીને આધુનિક ભારતની પ્રગતિની ગાથા ફૂલોના સુંદર માધ્યમથી રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શનનો શુભારંભ ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે સવારે ૯:૦૦ વાગ્યે કરવામાં આવશે.

આ વર્ષનો ફ્લાવર શો અનેક રીતે ખાસ બની રહેશે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર આ શોનું મુખ્ય આકર્ષણ છે, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે સજ્જ છે. ભારતની પૌરાણિક ધરોહરને પ્રદર્શિત કરતો આ ઝોન મુલાકાતીઓને ઇતિહાસની સફર કરાવશે. ૩૦ મીટર વ્યાસનું એક અત્યંત સુંદર અને વિશાળ ફૂલ મંડળ તૈયાર કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં ફૂલોની વિવિધ પ્રતિકૃતિઓ દ્વારા ભારતની સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર પ્રદર્શિત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને મેયર પ્રતિભા જૈનના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શો ૧ જાન્યુઆરીથી શરૂ થઈને ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. આ પ્રદર્શન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટર (ટાગોર હોલ પાછળ) ખાતે યોજાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic