બોલિવૂડના જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ માટે મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2010ના ₹5 કરોડના ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય લડાઈ હાર્યા બાદ, રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ તેમને દિલ્હીની તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વારંવાર તક આપવા છતાં બાકી રકમની […]
Share This Article:
બોલિવૂડના જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ માટે મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2010ના ₹5 કરોડના ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય લડાઈ હાર્યા બાદ, રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ તેમને દિલ્હીની તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વારંવાર તક આપવા છતાં બાકી રકમની વ્યવસ્થા ન કરી શકતા કોર્ટે આ કડક નિર્ણય લીધો છે.
‘અહીં કોઈ મિત્ર નથી હોતું’: રાજપાલનું ભાવુક નિવેદન
જેલ જતી વખતે રાજપાલ યાદવ અત્યંત ભાવુક અને લાચાર જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે પોલીસ સમક્ષ પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, “સર, શું કરું? મારી પાસે અત્યારે પૈસા નથી. હવે મને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. અહીં અમે બધા એકલા છીએ, અહીં કોઈ દોસ્ત નથી હોતું. મારે આ સમસ્યાઓનો સામનો જાતે જ કરવો પડશે.” રાજપાલના આ નિવેદને તેમના ચાહકોમાં ચિંતા જગાવી છે.
સોનુ સૂદની માનવતા: મદદનો લંબાવ્યો હાથ
જ્યારે બોલિવૂડના અન્ય કલાકારો આ મામલે મૌન સેવી રહ્યા છે, ત્યારે ‘રીઅલ લાઈફ હીરો’ સોનુ સૂદ રાજપાલ યાદવની વહારે આવ્યો છે. સોનુ સૂદે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ મૂકીને રાજપાલને ટેકો જાહેર કર્યો છે.
સોનુએ લખ્યું:
“રાજપાલ યાદવ પ્રતિભાશાળી અભિનેતા છે. ક્યારેક સમય ક્રૂર હોય છે, તેમાં પ્રતિભાનો દોષ નથી હોતો. તેઓ મારી આગામી ફિલ્મમાં કામ કરશે. તમામ પ્રોડ્યુસર્સ અને કલાકારોએ આ સમયે સાથે રહેવું જોઈએ. તેમને અપાતી સાઈનિંગ એમાઉન્ટ કોઈ દાન નથી પણ તેમનું સન્માન છે.”
શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદ વર્ષ 2010માં શરૂ થયો હતો. રાજપાલ યાદવે દિગ્દર્શક તરીકે પોતાની ડેબ્યુ ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે દિલ્હીના એક વેપારી પાસેથી ₹5 કરોડની લોન લીધી હતી. આ લોન પરત કરવા માટે આપેલા ચેક બાઉન્સ થયા હતા. આ કેસ વર્ષો સુધી ચાલ્યો અને ટ્રાયલ કોર્ટે તેમને 6 મહિનાની સજા ફટકારી હતી, જેને હાઈકોર્ટે પણ માન્ય રાખી છે. હવે આ સજા ભોગવવા માટે રાજપાલ યાદવ જેલના સળિયા પાછળ છે.