Thursday, 11 June 2026
  • Home  
  • વડોદરા: સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ચોર ટોળકી ઝડપાઈ, ૪ ગુના ઉકેલાયા
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરા: સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ચોર ટોળકી ઝડપાઈ, ૪ ગુના ઉકેલાયા

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી ચોરીના ગુના આચરતી એક સક્રિય ચોર ટોળકીને પકડી પાડી છે. આ ચોર ટોળકી મુખ્યત્વે જ્વેલર્સની દુકાનોની આજુબાજુ હાજર રહીને દાગીનાની ખરીદી કરી નીકળતી વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સાથે બે આરોપીઓને ઝડપી પાડીને ચોરીના કુલ ૪ બનાવો ઉકેલી […]

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી ચોરીના ગુના આચરતી એક સક્રિય ચોર ટોળકીને પકડી પાડી છે. આ ચોર ટોળકી મુખ્યત્વે જ્વેલર્સની દુકાનોની આજુબાજુ હાજર રહીને દાગીનાની ખરીદી કરી નીકળતી વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સાથે બે આરોપીઓને ઝડપી પાડીને ચોરીના કુલ ૪ બનાવો ઉકેલી કાઢ્યા છે.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે ખાસવાડી સ્મશાન નજીક વોચ ગોઠવી હતી.

પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ ઓટોરિક્ષા સાથે તેના ચાલક સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા:

  1. મોહમ્મદ યુનુસ ગુલામ હુસેન કાગદી (ઉં.વ. ૫૩)
  2. કાલી તેજસપાલ રૂપીયાભાઈ લોન્ઢે (ઉં.વ. ૪૬)

બંનેની ઝડતી તપાસ દરમિયાન પોલીસને તેમની પાસેથી ૨ મોબાઇલ ફોન, ૨ પર્સ, ૨ જોડ સોનાની બુટ્ટી, ૨ સોનાની વીંટી, ૧ સોનાનો સેટ, અને ૨ ચાંદીની લક્કી મળી આવ્યા હતા. આ વસ્તુઓના કોઈ બિલ કે માલિકી અંગેના પુરાવા ન મળતાં પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી કાલી લોન્ઢેએ કબૂલાત કરી હતી કે તે તેના સાગરીત યુનુશ કાગદી સાથે મળીને ચોરીના ગુના આચરતી હતી.

તેમણે ખોડિયારનગર પેટ્રોલપંપ પાસેથી એક વૃદ્ધ મહિલાને ઓટોરિક્ષામાં બેસાડી હતી અને ભીડનો લાભ લઈને તેમની બેગમાંથી સોનાનો હાર અને સોનાની વીંટી ચોરી કરી હતી.

આ ઉપરાંત, તેણે અન્ય સાગરીત સલમાન અને અજાણ્યા ઓટોરિક્ષા ચાલક સાથે મળીને ગોત્રી વિસ્તાર, રેલ્વે સ્ટેશન તેમજ સોમાતળાવ ખાતે પણ વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની જાણ બહાર પર્સમાંથી કિંમતી દાગીના ચોરી કરવાના ગુનાઓ આચર્યા હતા.

આ ગેંગ જ્વેલર્સની દુકાનોમાંથી ખરીદી કરીને નીકળતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી, જેથી તેમને ચોક્કસ દાગીના મળે. પોલીસે આ આરોપીઓ પાસેથી કુલ રૂ. ૪,૫૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ૪ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે. અન્ય આરોપીઓ અને ટોળકીના સભ્યોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic