Thursday, 11 June 2026
  • Home  
  • સંસદના આંગણે હૃદયસ્પર્શી મુલાકાત: પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોરના દિવ્યાંગ બહેન સાથે મુલાકાત કરી
- ગુજરાત - દેશ-દુનિયા

સંસદના આંગણે હૃદયસ્પર્શી મુલાકાત: પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોરના દિવ્યાંગ બહેન સાથે મુલાકાત કરી

૧૮મી લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદના પ્રાંગણમાં ગુજરાતના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વચ્ચેની એક મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મુલાકાત માત્ર રાજકીય નહોતી, પરંતુ તેમાં માનવતા અને સંવેદનશીલતાનો સ્પર્શ હતો, જેની વિગતો ગેનીબેન ઠાકોરે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા શેર કરી છે. ગેનીબેન ઠાકોરે લખ્યું કે આજે […]

૧૮મી લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સંસદના પ્રાંગણમાં ગુજરાતના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વચ્ચેની એક મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મુલાકાત માત્ર રાજકીય નહોતી, પરંતુ તેમાં માનવતા અને સંવેદનશીલતાનો સ્પર્શ હતો, જેની વિગતો ગેનીબેન ઠાકોરે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા શેર કરી છે.

ગેનીબેન ઠાકોરે લખ્યું કે આજે (સત્ર દરમિયાન) વાયનાડના સાંસદ અને ‘નારી શક્તિનું ગૌરવ’ એવા આદરણીય પ્રિયંકા ગાંધીજી જ્યારે લોકસભામાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમને મળવા માટે ગેનીબેનના નાની બહેન ગંગાબેન ઠાકોર ગેટ ઉપર હાજર હતા.

ગેનીબેન ઠાકોરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ગંગાબેન અપંગ હોવાથી ચાલી શકતા નહોતા. ગેનીબેને પ્રિયંકાજીને વાત કરી કે તેમના બહેન તેમને મળવા માંગે છે. આ સાંભળતા જ પ્રિયંકા ગાંધીએ તત્કાળ પોતાની ગાડીમાંથી પાછા ફરીને લગભગ ૧૦૦ મીટર દૂર હાજર ગંગાબેનને મળ્યા હતા.

ગેનીબેને લખ્યું કે, પ્રિયંકાજીએ ગંગાબેનને પ્રેમથી મળીને તેમની સાથે ફોટા પડાવ્યા અને તેમના સમાચાર પણ પૂછ્યા હતા. ગેનીબેને દિલથી પ્રિયંકાજીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે:

“એક સામાન્ય ગરીબ અપંગ દીકરીને મળવું, તેને પ્રેમ આપવો… આ વિચારધારા, સમજણનું ગૌરવ હોય તો તે ગાંધી પરિવાર અને પ્રિયંકાજી કરી શકે. હું દિલથી પ્રિયંકાજીનો આભાર માનું છું!”

તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસની વિચારધારા શું છે તે કોઈ પૂછે તો આ જ છે વિચારધારા, જ્યાં સામાન્ય માણસને કોઈપણ પ્રકારના ભય વગર પરિવારની ભાવના સાથે ગળે લગાવીને મળી શકાય છે.

આ ઘટનાનો વીડિયો શેર કરતા એક યુઝરે આ મુલાકાતને ભારતીય બંધારણની તાકાત સાથે જોડી હતી. યુઝરે લખ્યું કે આ ગંગાબેન ઠાકોરના બહેન છે, જેણે જીવનમાં પહેલીવાર ભારતની સંસદનું આંગણું જોયું છે.

“આ તાકાત ભારતના બંધારણની છે. જે પછાત ક્ષેત્ર, ગરીબી, અભાવોને ફાડીને ‘રાજ’ કરવાની તક આપે છે. જો ગેનીબહેન ભાભર નગરપાલિકાથી ધારાસભ્ય અને સાંસદ તરીકે ચૂંટાયા ન હોત તો…”

આ પ્રસંગે ગંગાબેને પણ પ્રિયંકાને મળીને પોતાની જાતને ધન્ય માની હોવાનું ગેનીબેને જણાવ્યું હતું. આ ઘટનાએ સંસદમાં રાજકીય ગરમાવા વચ્ચે માનવતા અને લોકશાહીના મૂળભૂત મૂલ્યોની ઝલક આપી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic