Wednesday, 15 April 2026
  • Home  
  • ગુજરાતમાં UCCના અમલીકરણની તૈયારી, ઉચ્ચ સ્તરીય સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યા અહેવાલના ત્રણ વોલ્યુમ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાતમાં UCCના અમલીકરણની તૈયારી, ઉચ્ચ સ્તરીય સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યા અહેવાલના ત્રણ વોલ્યુમ

ગાંધીનગર: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ તરફ રાજ્ય સરકારે એક નિર્ણાયક કદમ ઉઠાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો વિસ્તૃત અને આખરી ડ્રાફ્ટ અહેવાલ સોંપ્યો છે. આ અહેવાલ ત્રણ વોલ્યુમમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં કાયદાકીય સમાનતા […]

ગાંધીનગર: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ તરફ રાજ્ય સરકારે એક નિર્ણાયક કદમ ઉઠાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો વિસ્તૃત અને આખરી ડ્રાફ્ટ અહેવાલ સોંપ્યો છે. આ અહેવાલ ત્રણ વોલ્યુમમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં કાયદાકીય સમાનતા લાવવા માટેનો રોડમેપ પૂરો પાડશે.

મુખ્યમંત્રીએ આ અંગેની માહિતી ટ્વીટ દ્વારા શેર કરતા જણાવ્યું હતું કે, આ અહેવાલ કોઈ બંધ બારણે લીધેલો નિર્ણય નથી, પરંતુ રાજ્યના ખૂણેખૂણે જઈને મેળવેલા લોકઅભિપ્રાયોનું પરિણામ છે. સમિતિએ રાજ્યના વિવિધ જિલ્લાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ સાથે ઘનિષ્ઠ જનસંપર્ક કરીને સામાન્ય નાગરિકો, કાયદાશાસ્ત્રીઓ અને વિવિધ ધર્મના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ સમિતિએ ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખીને દરેક પાસાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો છે.

આ ડ્રાફ્ટ અહેવાલમાં તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે, જે મુખ્યત્વે નીચેના વિષયો પર કેન્દ્રિત છે:

૧. લગ્ન અને છૂટાછેડા: તમામ ધર્મો માટે લગ્ન નોંધણી અને છૂટાછેડાની પ્રક્રિયામાં એકરૂપતા.

૨. વારસાગત મિલકત: મિલકત મેળવવાના અધિકારોમાં લિંગભેદ વગર સમાનતા.

૩. દત્તક લેવાની પ્રક્રિયા: બાળક દત્તક લેવાના નિયમો તમામ નાગરિકો માટે સમાન રહેશે.

૪. મહિલા સશક્તિકરણ: આ ડ્રાફ્ટમાં વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને તેમની સામાજિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

અહેવાલ સોંપતી વખતે સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની સાથે સમિતિના સલાહકાર નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ, અન્ય મહાનુભાવો અને રાજ્ય સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે રાજ્ય સરકાર આ અહેવાલનો અભ્યાસ કરીને આગામી સમયમાં વિધાનસભામાં બિલ લાવવા જેવી કાયદાકીય પ્રક્રિયાઓ હાથ ધરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic