Sunday, 19 April 2026
  • Home  
  • Actor Dhanush-Mrunal Thakur Wedding : ધનુષ અને મૃણાલ ઠાકુરના ‘ગુપ્ત લગ્ન’નો ફોટો વાયરલ…!
- દેશ-દુનિયા - મનોરંજન

Actor Dhanush-Mrunal Thakur Wedding : ધનુષ અને મૃણાલ ઠાકુરના ‘ગુપ્ત લગ્ન’નો ફોટો વાયરલ…!

તમિલ સુપરસ્ટાર અને રજનીકાંતના પૂર્વ જમાઈ ધનુષ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા રજનીકાંત સાથેના છૂટાછેડા બાદ ધનુષના બીજા લગ્નની વાતો અવારનવાર થતી રહે છે, પરંતુ આ વખતે બોલિવૂડ અને સાઉથની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે તેનું નામ જોડાતા ફેન્સ આશ્ચર્યમાં મુકાયા છે. ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં […]

તમિલ સુપરસ્ટાર અને રજનીકાંતના પૂર્વ જમાઈ ધનુષ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા રજનીકાંત સાથેના છૂટાછેડા બાદ ધનુષના બીજા લગ્નની વાતો અવારનવાર થતી રહે છે, પરંતુ આ વખતે બોલિવૂડ અને સાઉથની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે તેનું નામ જોડાતા ફેન્સ આશ્ચર્યમાં મુકાયા છે. ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેએ ૨૨ જાન્યુઆરીએ ચેન્નાઈમાં ગુપ્ત લગ્ન કરી લીધા છે.

વાયરલ થઈ રહેલા ફોટામાં ધનુષ સફેદ શર્ટ-પેન્ટમાં અને મૃણાલ ઠાકુર સાડી તેમજ વાળમાં ગજરો લગાવીને પરંપરાગત અંદાજમાં બાજુ-બાજુમાં બેઠેલા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં વિજય, અજીત, શ્રુતિ હાસન અને અનિરુદ્ધ જેવા દિગ્ગજ કલાકારો પણ દેખાઈ રહ્યા છે. જોકે, આ ફોટાની ઝીણવટભરી તપાસ કરતા માલૂમ પડ્યું છે કે આ કોઈ અસલી ફોટો નથી, પરંતુ AI (Artificial Intelligence) દ્વારા બનાવવામાં આવેલો વીડિયો અને ફોટો છે. આ ફોટાના અંતમાં એક નાની નોંધ પણ છે કે તે ‘AI દ્વારા બનાવાયેલ વીડિયો’ છે, જેને ઘણા લોકો જોયા વગર જ સાચું માની રહ્યા છે.

View this post on Instagram

A post shared by Dev Pal (@devaimation)

અત્યારે એવી પણ અટકળો ચાલી રહી છે કે ધનુષ અને મૃણાલ ઠાકુર આગામી ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના રોજ લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે છે. અહેવાલો અનુસાર, બંને હૈદરાબાદમાં એક ઈવેન્ટ દરમિયાન મળ્યા હતા અને ત્યારથી તેમની મિત્રતા વધી છે. જોકે, અત્યાર સુધી ધનુષ કે મૃણાલ ઠાકુર તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

માત્ર ધનુષ-મૃણાલ જ નહીં, પણ સાઉથનું અન્ય એક ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પણ ફેબ્રુઆરી ૨૦૨૬માં લગ્ન કરવા જઈ રહ્યા હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. મનોરંજન જગતમાં લગ્નોની આ સિઝન વચ્ચે ફેન્સ હવે ઓફિશિયલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે. હાલ પૂરતું તો ધનુષ અને મૃણાલના લગ્નના સમાચાર માત્ર ‘AI ની કરામત’ અને અફવા સાબિત થઈ રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic