Sunday, 19 April 2026
  • Home  
  • બરોડા ડેરી ચૂંટણી પરિણામ : ચાર ઝોનની બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય
- ગુજરાત - મધ્ય ગુજરાત

બરોડા ડેરી ચૂંટણી પરિણામ : ચાર ઝોનની બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય

વડોદરા: વડોદરાની જીવાદોરી સમાન બરોડા ડેરીના ચાર ઝોનની ચૂંટણી માટેનું મતદાન આજે પૂર્ણ થયું હતું અને ત્યારબાદ જાહેર થયેલા પરિણામોમાં ભાજપ સમર્થિત ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. વડોદરા, ડેસર, ડભોઈ અને પાવીજેતપુર એમ ચાર ઝોનના કુલ ૩૩૩ મતદારો પૈકી ૩૨૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ડેરી ગેટ બહાર […]

વડોદરા: વડોદરાની જીવાદોરી સમાન બરોડા ડેરીના ચાર ઝોનની ચૂંટણી માટેનું મતદાન આજે પૂર્ણ થયું હતું અને ત્યારબાદ જાહેર થયેલા પરિણામોમાં ભાજપ સમર્થિત ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. વડોદરા, ડેસર, ડભોઈ અને પાવીજેતપુર એમ ચાર ઝોનના કુલ ૩૩૩ મતદારો પૈકી ૩૨૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ડેરી ગેટ બહાર ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

સૌથી વધુ ચર્ચામાં રહેલી અને પ્રતિષ્ઠાનો જંગ બનેલી ડેસર (ઝોન ૬) ની બેઠક પર ભાજપ સમર્થિત સુરપાલસિંહ પરમારનો ૬ મતે વિજય થયો છે. તેમણે બરોડા ડેરીના વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ મહારાઉલને પરાજય આપ્યો છે. આ બેઠક પર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. વિજય બાદ સુરપાલસિંહે જણાવ્યું હતું કે, તેઓ પશુપાલકોના હિત માટે હંમેશા લડત ચાલુ રાખશે.

વડોદરા (ઝોન ૩): ભાજપ સમર્થક પાર્થિવ પટેલનો ૧૫ મતે વિજય થયો છે. પાર્થિવ પટેલને ૪૮ મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર હિતેશ પટેલને ૩૩ મત મળ્યા હતા.

ડભોઈ (ઝોન ૮): ભાજપ સમર્થક દીક્ષિત પટેલનો ૨૭ મતે ભવ્ય વિજય થયો છે. તેમને ૫૨ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ સમર્થક ઉમેદવાર પ્રહલાદ પટેલને ૨૫ મત મળ્યા હતા.

પાવીજેતપુર (ઝોન ૧૨): વર્તમાન ડિરેક્ટર રણજીતસિંહ રાઠવાનો ૬૯ મતે જંગી વિજય થયો છે. તેમને ૮૦ મત મળ્યા હતા જ્યારે ગેમલ રાઠવાને માત્ર ૧૧ મત મળ્યા હતા. આ ચૂંટણીમાં સૌથી મોટી લીડ રણજીતસિંહ રાઠવાએ મેળવી છે.

બરોડા ડેરીના સત્તાધિશોની પસંદગી માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો દબદબો રહ્યો છે. નવા ચૂંટાયેલા ડિરેક્ટરોએ પશુપાલકોના દૂધના ભાવ અને ડેરીના વહીવટમાં પારદર્શિતા લાવવાની ખાતરી આપી છે. વિજયી ઉમેદવારોના સમર્થકોએ જીતને વધાવી લઈને વિજય રેલીઓ યોજી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic