ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કરી નવી નિમણૂકો, જાણો કોને કઈ મળી જવાબદારી!
ગાંધીનગર: ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠનમાં મોટા ફેરફારો કરતા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પક્ષના પ્રદેશ કારોબારી સભ્યોને અન્ય સંગઠનાત્મક જવાબદારીઓ સોંપાતાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા તેમજ વિવિધ જિલ્લાઓ અને ઝોન સ્તરે કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આ નિર્ણયો લેવાયા છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક […]









