Sunday, 19 April 2026
  • Home  
  • કૃષિ વિભાગની સિદ્ધિ : ‘આભાર પોસ્ટકાર્ડ’ અભિયાનથી ગુજરાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

કૃષિ વિભાગની સિદ્ધિ : ‘આભાર પોસ્ટકાર્ડ’ અભિયાનથી ગુજરાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં

ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વિશ્વના સૌથી મોટા “આભાર લેખન પોસ્ટકાર્ડ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે પ્રતિષ્ઠિત ‘ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ’ (Guinness World Record) માં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત […]

ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વિશ્વના સૌથી મોટા “આભાર લેખન પોસ્ટકાર્ડ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે પ્રતિષ્ઠિત ‘ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ’ (Guinness World Record) માં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની અભૂતપૂર્વ સિદ્ધિ!

ઘણા આનંદની વાત છે કે વિશ્વના સૌથી મોટા “આભાર લેખન પોસ્ટકાર્ડ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ‘ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન મેળવ્યું છે.

માનનીય વડાપ્રધાન શ્રી… pic.twitter.com/wBRv6enLov— Bhupendra Patel (@Bhupendrapbjp) October 15, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ રેકોર્ડ ગુજરાતના નાગરિકોનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો સ્નેહભાવ અને આદર વ્યક્ત કરે છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને તેમને મોકલાવ્યા હતા.

આ અભિયાન દ્વારા ગુજરાતના નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી કલ્યાણકારી અને રાષ્ટ્રનિર્માણની વિવિધ પહેલો જેમ કે ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન, #NextGenGST સુધારા, સ્વદેશી અભિયાન, અને જન-ધન યોજના થકી સામાન્ય માણસના જીવનમાં આવેલી સુખાકારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આટલી મોટી સંખ્યામાં આભારદર્શન એ ગુજરાતના લોકોનો પોતાના લોકલાડીલા નેતા પ્રત્યેનો અખૂટ વિશ્વાસ અને સ્નેહભાવ દર્શાવે છે.

મુખ્યમંત્રીએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ગુજરાતની જનતાને, રાજ્ય સરકારના મંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને, તેમજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તમામ કર્મયોગીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારના આ વિભાગની આ સિદ્ધિ માત્ર એક વર્લ્ડ રેકોર્ડ નથી, પરંતુ ગુજરાતની જનતાની સહકાર અને સંગઠનની ભાવનાનું પણ પ્રતિબિંબ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic