Tuesday, 1 September 2026
  • Home  
  • Gujarat Election : સવારે 11 વાગ્યા સુધીમાં સાબરકાંઠા મોખરે, જાણો તમારા જિલ્લાની સ્થિતિ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

Gujarat Election : સવારે 11 વાગ્યા સુધીમાં સાબરકાંઠા મોખરે, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

અમદાવાદ: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારથી જ મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારના 7:00 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં પ્રથમ ચાર કલાક એટલે કે સવારના 11:00 વાગ્યા સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરેરાશ 20% થી 30% ની વચ્ચે મતદાન […]

અમદાવાદ: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારથી જ મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારના 7:00 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં પ્રથમ ચાર કલાક એટલે કે સવારના 11:00 વાગ્યા સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરેરાશ 20% થી 30% ની વચ્ચે મતદાન નોંધાયું છે.

સવારના 11 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મુજબ, સાબરકાંઠા જિલ્લો 30.43% મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. જ્યારે મહીસાગર અને ગાંધીનગરમાં પણ મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. બીજી તરફ, ખેડા અને રાજકોટ જેવા જિલ્લાઓમાં મતદાનની ગતિ હાલ થોડી ધીમી જણાઈ રહી છે.

ક્રમજિલ્લોમતદાન (%)ક્રમજિલ્લોમતદાન (%)
1સાબરકાંઠા30.43%13અમરેલી21.66%
2મહીસાગર28.23%14વાવ-થરાદ21.38%
3ગાંધીનગર27.52%15પંચમહાલ21.35%
4તાપી26.89%16જામનગર21.32%
5ગીર સોમનાથ26.13%17મોરબી20.94%
6નવસારી25.41%18મહેસાણા20.83%
7વડોદરા25.39%19ડાંગ20.77%
8અરવલ્લી24.64%20દેવભૂમિ દ્વારકા20.27%
9નર્મદા24.36%21દાહોદ20.21%
10પાટણ22.83%22અમદાવાદ19.82%
11આણંદ22.77%23રાજકોટ19.73%
12જૂનાગઢ22.58%24ખેડા18.56%

રાજ્યભરમાં ક્યાંય પણ અનિચ્છનીય ઘટનાના અહેવાલ નથી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બપોર બાદ મતદાનની ટકાવારીમાં હજુ મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic