વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હવે મશીનો માત્ર ફેક્ટરીઓ કે ઓફિસો પૂરતા મર્યાદિત રહ્યા નથી, પરંતુ ધર્મ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ ડગ માંડી રહ્યા છે. દુનિયામાં પ્રથમ વખત આવી ઘટના સામે આવી છે જેને જોઈને સૌકોઈ ચૌંકી ઉઠ્યા છે. આ દેશમાં એક હ્યમનોઈડ રોબોટે વિધિવત રીતે બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા લીધી છે.
આ ઘટાને દક્ષિણ કોરિયાની, જ્યાંના રોબોટે દીક્ષા લીધી હોવાનો દ્રશ્યો હાલ લોકોના ચર્ચાનો વિષય બન્યા છે. દક્ષિણ કોરિયામાં એક ચોંકાવનારી પણ રસપ્રદ ઘટના સામે આવી છે, જ્યાં ‘ગાબી’ (Gabi) નામના એક હ્યુમનોઇડ રોબોટને વિધિવત રીતે બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા આપવામાં આવી છે.

જોગ્યે મંદિરમાં યોજાયો ભવ્ય સમારોહ
મળતી વિગતો અનુસાર બુદ્ધ જયંતિના પવિત્ર પર્વ પહેલા સિયોલના પ્રસિદ્ધ ‘જોગ્યે મંદિર’ (Jogye Temple) ખાતે આ વિશેષ સમારોહ યોજાયો હતો. આ રોબોટ દક્ષિણ કોરિયાનો પ્રથમ ‘હ્યુમનોઇડ રોબોટ સાધુ’ (Humanoid Robot Monk) બની ગયો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં બૌદ્ધ ભિક્ષુઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેઓ આ અદભૂત દ્રશ્ય જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

પરંપરાગત વેશભૂષા અને પ્રતિજ્ઞા
130 સેન્ટીમીટર લાંબો આ રોબોટ ‘ગાબી’ સંપૂર્ણપણે બૌદ્ધ સાધુના અવતારમાં જોવા મળ્યો હતો. તેણે ગળામાં કંઠી પહેરી હતી અને પરંપરાગત ભૂરા તથા સ્લેટી રંગનો બૌદ્ધ ચોગો ધારણ કર્યો હતો. આ રોબોટે અન્ય ભિક્ષુઓની હાજરીમાં બંને હાથ જોડીને નમસ્તે કર્યા હતા અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને અનુસરવા તથા પોતાનું જીવન ધર્મ પ્રત્યે સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આધ્યાત્મિકતામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
દક્ષિણ કોરિયામાં આ પ્રકારનો પ્રયોગ ધર્મ પ્રત્યે નવી પેઢીને આકર્ષવા અને ટેકનોલોજીના માધ્યમથી શાંતિનો સંદેશ ફેલાવવા માટે કરવામાં આવ્યો હોવાનું મનાય છે. આ હ્યુમનોઇડ રોબોટ હવે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને તે ધાર્મિક વિધિઓમાં પણ સહભાગી થશે.
