Friday, 17 April 2026
  • Home  
  • મા અંબાના આશીર્વાદ સાથે આણંદ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી વર્ષા દોશીએ સંભાળ્યો મોરચો
- ગુજરાત - મધ્ય ગુજરાત

મા અંબાના આશીર્વાદ સાથે આણંદ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી વર્ષા દોશીએ સંભાળ્યો મોરચો

આણંદ: આણંદ જિલ્લા ભાજપના નવનિયુક્ત સંગઠન પ્રભારી વર્ષા દોશીએ આજે બુધવારે જિલ્લાની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી. પક્ષ દ્વારા પ્રભારી તરીકેની જવાબદારી સોંપાયા બાદ પ્રથમ વખત આણંદ પધારેલા વર્ષાબેનનું જિલ્લા ભાજપ પરિવાર અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા ઉત્સાહભેર અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મા અંબાના આશીર્વાદ લઈ કાર્યનો પ્રારંભ વર્ષાબેન દોશીએ તેમના પ્રવાસની શરૂઆત […]

આણંદ: આણંદ જિલ્લા ભાજપના નવનિયુક્ત સંગઠન પ્રભારી વર્ષા દોશીએ આજે બુધવારે જિલ્લાની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી. પક્ષ દ્વારા પ્રભારી તરીકેની જવાબદારી સોંપાયા બાદ પ્રથમ વખત આણંદ પધારેલા વર્ષાબેનનું જિલ્લા ભાજપ પરિવાર અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા ઉત્સાહભેર અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વર્ષાબેન દોશીએ તેમના પ્રવાસની શરૂઆત અત્યંત ભક્તિમય વાતાવરણમાં કરી હતી. સવારે ૯:૪૫ કલાકે આણંદ ખાતે આગમન કર્યા બાદ, તેઓ સીધા જ ગોયા તળાવ પાસે આવેલ પ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાની સુખ-શાંતિ અને સંગઠનની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં શહેર અને જિલ્લા સંગઠનના અગ્રણીઓએ પુષ્પગુચ્છ અને ફૂલહારથી તેમનું સ્વાગત કર્યું હતું.

દર્શન બાદ પ્રભારી વર્ષાબેન નાવલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પહોંચ્યા હતા. અહીં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સંજયભાઈએ જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને પાંખના હોદ્દેદારો સાથે પ્રભારીનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે વર્ષાબેને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંગઠનને પાયાના સ્તરે વધુ વેગવાન બનાવવું અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.

આજરોજ દિવસ દરમિયાન પ્રભારી વર્ષા દોશીના અધ્યક્ષસ્થાને અલગ-અલગ મંડળો અને સંગઠનના વિવિધ વિભાગોના હોદ્દેદારો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી. બૂથ સ્તર સુધી સંગઠનને કેવી રીતે વધુ સક્રિય કરવું તે અંગે માર્ગદર્શન અપાયું હતું. યુવા મોરચા અને મહિલા મોરચાની સક્રિયતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આણંદ જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષાબેન દોશીના આગમનથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic