Tuesday, 1 September 2026
  • Home  
  • હવે ખેતરોમાં ગુંજશે નારી શક્તિનો નાદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં ‘નમો ડ્રોન દીદી’ યોજનાનો લાઇવ ડેમો યોજાયો
- ગુજરાત - મધ્ય ગુજરાત

હવે ખેતરોમાં ગુંજશે નારી શક્તિનો નાદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં ‘નમો ડ્રોન દીદી’ યોજનાનો લાઇવ ડેમો યોજાયો

વલ્લભ વિદ્યાનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નમો ડ્રોન દીદી’ વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદની વિખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ એક ભવ્ય ઓરિએન્ટેશન કાર્યક્રમ અને ડ્રોન લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટર (AERC) અને ભૌતિકશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતીમાં ડ્રોનના વધતા મહત્વ વિશે વિસ્તૃત […]

વલ્લભ વિદ્યાનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નમો ડ્રોન દીદી’ વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદની વિખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ એક ભવ્ય ઓરિએન્ટેશન કાર્યક્રમ અને ડ્રોન લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટર (AERC) અને ભૌતિકશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતીમાં ડ્રોનના વધતા મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

યુનિવર્સિટીના હ્યુમેનિટીઝ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ખાતે આયોજિત લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું ઉદ્ઘાટન માનનીય કુલપતિ ડૉ. નિરંજન પટેલના હસ્તે અને રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને “સેવા” (SEWA) સંસ્થાની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ બહેનોને ડ્રોન પાયલટ બનવા માટેની પ્રાથમિક સમજ અને ડ્રોન ચલાવવાની ટૂંકી તાલીમ આપવામાં આવી હતી, જે તેમની આર્થિક સદ્ધરતા માટે નવી દિશા ખોલશે.

AERC સેમિનાર હોલમાં યોજાયેલા ઓરિએન્ટેશનમાં દિલ્હીથી પધારેલા વ્રજેશ શલત (પ્રમુખ, ઓપ્ટીમસ અનમેન્ડ સિસ્ટમ), ડૉ. કે.ડી. પટેલ, ડ્રોન પાઇલટ સદીપકુમાર વર્મા અને નિયામક ડૉ. એસ. એસ. કલમકરે વિદ્યાર્થીઓ અને ખેડૂત બહેનોને સંબોધિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં ભૌતિકશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક્સ અને અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને કૃષિ અર્થતંત્રમાં ડ્રોનની અસરો વિશે માર્ગદર્શન અપાયું હતું. આ સાથે યુનિવર્સિટીએ આગામી સમયમાં મહિલા ખેડૂતો અને ડ્રોન પાયલટ માટે સ્પેશિયલ ‘તાલીમ અને પ્રમાણપત્ર કાર્યક્રમ’ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સમગ્ર કાર્યક્રમ કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પટેલના સતત માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને સ્વ-સહાય જૂથો (SHGs) હવે ખેતીમાં જંતુનાશકોનો છંટકાવ અને પાક નિરીક્ષણ જેવી કામગીરી ડ્રોન દ્વારા કરી આધુનિક યુગમાં ડગ માંડશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic