ધરતીપુત્રોનું મહાસન્માન : ગાંધીનગરમાં યોજાશે ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ સમારોહ, ૯૩ પ્રગતિશીલ ખેડૂતોનું થશે બહુમાન!
ગાંધીનગર: ગુજરાતના કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા ખેડૂતોની મહેનત અને સિદ્ધિઓને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ વિતરણ સમારોહ યોજાશે. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ રાજ્ય મંત્રી રમેશ […]
