ચમત્કારિક પુનર્જન્મ : શામળાજી નજીક અકસ્માતમાં પેરાલાઈઝ્ડ થયેલો દીપડો ઈન્દ્રોડા પાર્કમાં સાજો થયો, નવી જિંદગી મળી
ગાંધીનગર: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખેરાંચા-ખોડામ્બા હાઈવે પર ઓટોમોબાઈલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અને પાછળના બંને પગે સંપૂર્ણપણે લકવાગ્રસ્ત (પેરાલાઈઝ્ડ) થયેલા એક દીપડાને નવી જિંદગી મળી છે. ગાંધીનગર સ્થિત ‘ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ (GEER) ફાઉન્ડેશન અને વન વિભાગની પશુચિકિત્સક ટીમની મહિનાઓની સ્પેશિયલાઈઝ્ડ ટ્રીટમેન્ટ અને સતત સારસંભાળના પરિણામે દીપડો હવે કુદરતી રીતે ચાલતો થઈ ગયો […]






