Sunday, 19 April 2026
  • Home  
  • ગુજરાત પર ઘેરાયેલા માવઠાના સંકટને લઈ આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સંજયસિંહ મહિડાની સમીક્ષા બેઠક
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાત પર ઘેરાયેલા માવઠાના સંકટને લઈ આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સંજયસિંહ મહિડાની સમીક્ષા બેઠક

ગાંધીનગર: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યનું તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ વરસાદથી સર્જાનારી સંભવિત પરિસ્થિતિને લઈને આજે ગાંધીનગર SEOC (State Emergency Operation Centre) ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી અને મહેસૂલ […]

ગાંધીનગર: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યનું તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ વરસાદથી સર્જાનારી સંભવિત પરિસ્થિતિને લઈને આજે ગાંધીનગર SEOC (State Emergency Operation Centre) ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું.

આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ સહિત મહેસૂલ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ તેમજ અન્ય આનુષંગિક વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજ્યના સંભવિત વરસાદી પરિસ્થિતિ અને તેના વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને જોતા SEOC, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી; જેમાં મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…#UnseasonalRain #GujaratRain #gsdma #rain pic.twitter.com/30rQ5b9QrS— Sanjaysinh Mahida (@MLASanjaysinh) October 28, 2025

રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ભારે વરસાદની સૌથી વધુ અસર થવાની સંભાવના ધરાવતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ ના કલેક્ટરો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે કલેક્ટરોને પૂર્વ તૈયારીઓનું આયોજન અને અમલ તાત્કાલિક પૂર્ણ કરવા માટે નિર્દેશો આપ્યા હતા.

મંત્રીએ સૂચના આપી કે, ભારે વરસાદ પહેલાં તમામ સંભવિત તૈયારીઓની સમીક્ષા પૂર્ણ કરી લેવામાં આવે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર, રાહત સામગ્રીની વ્યવસ્થા, NDRF અને SDRFની ટીમોની તૈનાતી, જળભરાવની સ્થિતિમાં તાત્કાલિક નિકાલની વ્યવસ્થા અને માર્ગો પરનો વાહનવ્યવહાર ખોરવાય નહીં તેની તકેદારી રાખવાનો સમાવેશ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic