ભૂકંપ સંશોધનનો મહાકુંભ: ગાંધીનગરમાં ૯ દેશોના વૈજ્ઞાનિકો મંથન કરશે, અર્જુન મોઢવાડિયાએ કરાવ્યો પ્રારંભ
ગાંધીનગર: દેશ અને દુનિયામાં આવતા ભૂકંપોની સચોટ આગાહી, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને બાંધકામોને ભૂકંપ પ્રૂફ બનાવવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ખાતે આજથી ત્રણ દિવસીય ૯મી વૈશ્વિક પરિષદ ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ -૨૦૨૬’ નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. […]



