Thursday, 29 October 2026
  • Home  
  • ગાંધીનગરમાં ૧૫મા ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – ઉદ્યમ ૨૦૨૬’ નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું ઉદ્ઘાટન
- ઉત્તર ગુજરાત - ગુજરાત - બિઝનેસ

ગાંધીનગરમાં ૧૫મા ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – ઉદ્યમ ૨૦૨૬’ નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું ઉદ્ઘાટન

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત હેલિપેડ ઈવેન્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત ૧૫મા ભવ્ય ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – ઉદ્યમ ૨૦૨૬’ (India Industrial Fair – Udhyam 2026) નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત પ્રારંભ કરાવ્યો છે. તારીખ ૨૩ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ચાર દિવસ માટે આયોજિત આ વિશાળ ઔદ્યોગિક મેળો ૫૦ હજાર સ્ક્વેર […]

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત હેલિપેડ ઈવેન્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત ૧૫મા ભવ્ય ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર – ઉદ્યમ ૨૦૨૬’ (India Industrial Fair – Udhyam 2026) નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત પ્રારંભ કરાવ્યો છે. તારીખ ૨૩ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ચાર દિવસ માટે આયોજિત આ વિશાળ ઔદ્યોગિક મેળો ૫૦ હજાર સ્ક્વેર મીટરના ભવ્ય વિસ્તારમાં પથરાયેલો છે. આ પ્રદર્શન ગુજરાત રિજયનના સૌથી મોટા ઔદ્યોગિક એક્સપો તરીકે ઉભરી આવ્યું છે, જેમાં એન્જીનિયરીંગથી લઈને હેન્ડીક્રાફ્ટ સુધીના તમામ ક્ષેત્રોની એમ.એસ.એમ.ઈ. (MSME) ઈકોસિસ્ટમને એક જ છત્ર નીચે સક્ષમ રીતે આવરી લેવામાં આવી છે.

આ ફેરમાં દેશભરમાંથી આવેલા ૫૦૦ થી વધુ પ્રદર્શકો (Exhibitors) ભાગ લઈ રહ્યા છે. મેળામાં ૧૨ થી વધુ વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક ટેક્નોલોજી, નવીન પ્રોડક્ટ્સ અને ઉદ્યોગ સાહસોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ થકી લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, ઉત્પાદકો અને ટેક્નોલોજી ક્ષેત્રના ઇનોવેટર્સ વચ્ચે પરસ્પર વ્યાપારી જોડાણો (B2B અને B2G મીટિંગ્સ), રોકાણ ચર્ચાઓ, નેટવર્કિંગ અને નિષ્ણાતોના માર્ગદર્શક સત્રો યોજીને આર્થિક વિકાસને ગતિ આપવામાં આવશે.

ઉદ્ઘાટન સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રદર્શકો સાથે વાતચીત કરીને તેમની નવીન શોધો અને ઉત્પાદનોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્રજી, ગુજરાત પ્રાંત પ્રભારી ઘનશ્યામજી ઓઝા, ગુજરાત પ્રાંતના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી હંસરાજભાઈ ગજેરા, RSS ગુજરાત પ્રાંતના પ્રાંત સહ-સંચાલક ડૉ. ભરતભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ ચાલક મુકેશભાઈ મલકાણ સહિત ઉદ્યોગ જગતના અગ્રણી હોદ્દેદારો અને ક્ષેત્રના દિગ્ગજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic