Friday, 19 June 2026

Tag: Gujarati News

ગુજરાત મધ્ય ગુજરાત

પવિત્ર યાત્રાધામમાં સર્જાયો ચીત્કાર, પાવાગઢ ડુંગર પર ભારે પથ્થરો નીચે દબાતા ૨ ના મોત, ૮ ઇજાગ્રસ્ત

હાલોલ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પરથી આજે વહેલી સવારે એક અત્યંત માઠા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ પર વહેલી સવારે આભ તૂટી પડ્યું હતું. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પહાડની ભેખડ ધસી પડતાં ભારેખમ પથ્થરો નીચે ૧૦ જેટલા યાત્રિકો દબાઈ ગયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં કુલ […]

દેશ-દુનિયા

પરિમલ નથવાણી ચોથી વખત રાજ્યસભામાં ચૂંટાયા, ઝારખંડથી જીત મેળવી રચ્યો નવો ઇતિહાસ

રાંચી: અગ્રણી ઉદ્યોગપતિ અને પીઢ નેતા પરિમલ નથવાણી ફરી એકવાર ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે ચોથી ટર્મ (ચોથી વખત) રાજ્યસભાના સાંસદ તરીકે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં પરિમલ નથવાણીએ શાનદાર વિજય મેળવ્યો છે. પરિમલ નથવાણી વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૦ દરમિયાન ઝારખંડમાંથી સતત બે […]

ગુજરાત મધ્ય ગુજરાત

માસુમનો શું વાંક? પ્રેમિકા સાથે ઝઘડો થતાં પાડોશીએ જ ૫ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કર્યું અને પછી….

વડોદરા: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાંથી ૧૫ જૂનની મોડી રાત્રે ગુમ થયેલી પાંચ વર્ષની માસુમ બાળકીના અપહરણ કેસમાં અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેનારો ખુલાસો થયો છે. એક શ્રમજીવી પરિવારની આ દીકરી રાત્રે ઘરના ઓટલા પર ખાટલામાં નિદ્રાધીન અવસ્થામાં હતી, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ફફડાટ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર ગુજરાતમાં ૨૪,૦૦૦થી વધુ કાર્યક્રમોનું આયોજન, નાયબ મુખ્યમંત્રીએ આપી વિગતો

ગાંધીનગર: વિશ્વભરમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સ્વાસ્થ્યની ધરોહર સમાન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે યોજાનારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે, રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

કેન્દ્ર સરકારના ગ્રીન સ્કૂલ રેટિંગમાં ગુજરાતની એક-બે નહિં પરંતુ ૧૫ શાળાઓની એવોર્ડ માટે થઈ પસંદગી

ગાંધીનગર:દેશભરમાં લાગુ કરાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-૨૦૨૦) ના સફળ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એક વિશેષ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત “Swachh Evam Harit Vidyalaya Rating – SHVR 2025-26” અંતર્ગત ગુજરાતની શાળાઓએ રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે. દેશભરની શાળાઓના કડક મૂલ્યાંકન બાદ, […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

ઇબોલા પ્રભાવિત આફ્રિકામાં ફસાયેલા ભુજના પ્રોફેસરની જાણો કેવી રીતે થઈ વતન વાપસી

ભુજ (કચ્છ): વૈશ્વિક સ્તરે આફ્રિકન દેશોમાં ફાટી નીકળેલા જીવલેણ ઇબોલા (Ebola) વાયરસના પ્રકોપ વચ્ચે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) માં ફસાયેલા ભુજના એક પ્રોફેસર માટે ગુજરાત સરકાર દેવદૂત સાબિત થઈ છે. કચ્છની સરહદી ભૂમિ ભુજ સ્થિત પ્રખ્યાત આર.આર. લાલન કોલેજના સહાયક પ્રાધ્યાપક (Assistant Professor) ડૉ. અમીન સમા આંતરરાષ્ટ્રીય સરહદો સીલ થવાના કારણે આફ્રિકાના ગોમા શહેરમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

૨૧ જૂને યોજાનારી NEET-UG પરીક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, નકલી ઝેરોક્સ સેન્ટરો પર રખાશે વોચ

ગાંધીનગર: દેશની સૌથી મોટી અને સંવેદનશીલ ગણાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) ની આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી પરીક્ષાને લઈને ગુજરાત પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ, પેપર લીક કે અનિચ્છનીય ઘટનાને રોકવા માટે રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે કમર કસી છે. મંગળવારે તેમણે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં અટલાદરા સ્વામિનારાયણ મંદિર નજીકથી ઝડપાયો લાખોનો વિદેશી દારૂ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરા શહેરમાં વિદેશી દારૂની ઘૂસણખોરી અને હેરાફેરી કરતા બુટલેગરોના મનસૂબા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પાણી ફેરવી દીધું છે. ગુજરાતમાં કડક દારૂબંધી વચ્ચે પણ અન્ય રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લવાતા નશાના કારોબાર સામે એસએમસીને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. ગુપ્ત બાતમીના આધારે એસએમસીની ટીમે વડોદરાના અટલાદરા વિસ્તારમાં ફિલ્મી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ચોમાસાના સત્તાવાર આગમન માટે હજુ જોવી પડશે રાહ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

અમદાવાદ: ગુજરાતભરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ (IMD) તરફથી આંશિક રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, આગામી ત્રણ દિવસ એટલે કે ૧૮ જૂન, ૨૦૨૬ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રી-મોન્સૂન (ચોમાસા પૂર્વેનો) વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, આ આકાશી રાહત લાંબી નહીં ટકે, કારણ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વરુણ દેવને પ્રાર્થના સાથે VMC નું મોટું આયોજન, જુલાઈ પહેલાં શહેરને મળશે ૭૫ MLD વધારાનું પાણી

વડોદરા: વડોદરા મધ્યે ચોમાસાની શરૂઆત પૂર્વે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા આજવા સરોવર ખાતે સત્યનારાયણ ભગવાનની ભવ્ય કથા અને વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે વડોદરાના નવ નિયુક્ત મેયર ગીતાબેન મકવાણા મુખ્ય યજમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સહિત […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic