સાયબર માફિયાઓ પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, ‘ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦’ માં રૂ. ૨૨૮૯ કરોડના મહાકૌભાંડનો પર્દાફાશ
ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખવા અને સાયબર ઠગોની શાન ઠેકાણે લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. લોકોની મહેનતની કમાણીના કરોડો રૂપિયા ડિજિટલ લૂંટારુઓના હાથમાં ન જાય અને પકડાયેલા ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે હેતુથી એક અત્યંત ગુપ્ત અને મજબૂત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. […]





