વિદેશમાં ભણવાનું સ્વપ્ન થશે સાકાર : બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોનની આવક મર્યાદા વધી
ગાંધીનગર: વિદેશી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા ધરાવતા ગુજરાતના મધ્યમ વર્ગીય બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે એક અતિ મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ’ દ્વારા ચલાવવામાં આવતી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ માં પરિવારની વાર્ષિક આવક મર્યાદામાં માતબર વધારો કરવામાં […]

