Vadodara : ખાસવાડી સ્મશાનગૃહના નવીનીકરણનું 80 % કામ પૂર્ણ, મેયરની બેઠકમાં અધિકારીઓને ઝડપથી કામ આટોપવા આદેશ
વડોદરા: વડોદરા શહેરમાં સ્મશાનગૃહોની બિસ્માર હાલત અને નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરીને લઈને આખરે વડોદરા મહાનગરપાલિકા (VMC) એક્શન મોડમાં આવી છે. શહેરના સ્મશાનગૃહોના આધુનિકીકરણના મુદ્દે આજે પાલિકાની વડી કચેરી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈલેવલ બેઠક મળી હતી. મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર, ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક […]
