Thursday, 11 June 2026
  • Home  
  • આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની આંગણવાડી કેન્દ્રોમાં સરપ્રાઈઝ વિઝિટ, બાળકો સાથે સમય વિતાવ્યો
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની આંગણવાડી કેન્દ્રોમાં સરપ્રાઈઝ વિઝિટ, બાળકો સાથે સમય વિતાવ્યો

આણંદ: જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણ (ECCE) ની સેવાઓને વધુ સઘન અને પારદર્શક બનાવવાના હેતુથી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના આ ઓચિંતા નિરીક્ષણથી આંગણવાડી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર દ્વારા સિંહોલ ગામના કેન્દ્રોની સમીક્ષા જિલ્લા […]

આણંદ: જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણ (ECCE) ની સેવાઓને વધુ સઘન અને પારદર્શક બનાવવાના હેતુથી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના આ ઓચિંતા નિરીક્ષણથી આંગણવાડી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પેટલાદ તાલુકાના સિંહોલ ગામના લાલપુર અને રાંદોલ સીમ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિવિધ કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. “પોષણ ટ્રેકર” એપ્લિકેશન મુજબ બાળકોના વજન અને ઊંચાઈની સ્થળ પર જ ચકાસણી કરી હતી. જેમાં Stunting, Wasting અને Underweight બાળકોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રમાં THR (ટેક હોમ રાશન) અને MMY (મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના) ના સ્ટોકની ચકાસણી કરી હતી. “પોષણ સંગમ” અંતર્ગત અપાતી દવાઓ અને બાળકોને અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પદ્ધતિઓ નિહાળી હતી.

બીજી તરફ, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ મેઘવા ગામની એસ. નગર આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કરીને બાળકોને પીરસવામાં આવતા ગરમ નાસ્તાની ગુણવત્તા જાતે તપાસી હતી. DDO એ બાળકો સાથે વાતચીત કરી તેમના શિક્ષણના સ્તરની ચકાસણી કરી હતી અને THR તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના અમલીકરણમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના બાળકો અને સગર્ભા માતાઓને મળતા પોષણયુક્ત આહાર અને શિક્ષણમાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic