યુએસ પ્રવાસના પ્રથમ દિવસે સાન ફ્રાન્સિસ્કોમાં CM ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત, વાયબ્રન્ટ ગુજરાત ૨૦૨૭નું આપ્યું નિમંત્રણ
સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના એક અઠવાડિયાના અમેરિકા અને કેનેડાના ઉચ્ચસ્તરીય પ્રવાસનો મંગલ પ્રારંભ સાન ફ્રાન્સિસ્કો ખાતે સ્થાયી થયેલા ગુજરાતી ડાયસ્પોરા (NRI) સાથેના ઉષ્માભર્યા સંવાદ સાથે કર્યો છે. આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-૨૦૨૭’ માટે અમેરિકા અને કેનેડાના ઉદ્યોગપતિઓને રોકાણ અર્થે આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી રાજ્યના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિ મંડળ સાથે […]
