Tuesday, 21 April 2026
  • Home  
  • માંજલપુરમાં સરેઆમ ચોરી: મુખ્ય માર્ગ પરથી રૂ. ૬૫ હજાર રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીનાની ચોરી
- ગુજરાત - મધ્ય ગુજરાત

માંજલપુરમાં સરેઆમ ચોરી: મુખ્ય માર્ગ પરથી રૂ. ૬૫ હજાર રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીનાની ચોરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી એક દુકાનમાં દિવસના સમયે ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાહટ ફેલાયો છે. સૂસેન સર્કલથી વડસર તરફ જતા માર્ગ પર, રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના તા. ૫ના રોજ […]

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી એક દુકાનમાં દિવસના સમયે ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાહટ ફેલાયો છે.

સૂસેન સર્કલથી વડસર તરફ જતા માર્ગ પર, રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના તા. ૫ના રોજ બપોરે આશરે ૩ વાગ્યાના અરસામાં બની હતી, જ્યારે મેન રોડ પર લોકોની અવરજવર સામાન્ય રીતે રહેતી હોય છે.

અજાણ્યા ચોરે અત્યંત નીડરતાથી દુકાનના તાર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીના આ બનાવમાં દુકાનમાંથી અંદાજે ૧૦ તોળા જેટલા સોનાના દાગીના અને રૂ. ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦ જેટલી રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

મેન રોડ પર અને દિવસના સમયે બનેલી આ ચોરીએ વડોદરા શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ ઘટનાથી પીડિત પરિવારે ખાસ કરીને માંજલપુર પોલીસના પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઉઠાવ્યો છે. સ્થાનિકોમાં પણ આશ્ચર્ય સાથે ચર્ચા ચાલી રહી છે કે, ઘટનાસ્થળથી આશરે એક કિલોમીટરના અંતરે જ માંજલપુર પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં, ચોર આટલી મોટી ચોરી કરીને કેવી રીતે સરળતાથી ફરાર થઈ શક્યો?

ચોરીની ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની અને તેના આધારે ચોરની ઓળખ કરવાની કામગીરી તેજ કરી છે. પોલીસે વેપારીઓને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic