Thursday, 11 June 2026

Tag: Gujarat Crime

ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

વડોદરામાં ‘લુટેરી દુલ્હન’ ટોળકીનો પર્દાફાશ: લગ્નના બહાને લાખો ખંખેરનાર સૂત્રધાર મહેસાણાથી ઝડપાયો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ‘લુટેરી દુલ્હન’ સક્રિય થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમે આ ટોળકીના મુખ્ય સૂત્રધારની મહેસાણાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ સુરેન્દ્રનગર જિલ્લાના એક નિર્દોષ યુવકને લગ્નની લાલચ આપી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. ૩.૭૫ લાખનો મુદ્દામાલ પડાવ્યો મળતી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત: પોલીસકર્મીઓ બન્યા ‘ચા-ભજીયાવાળા’, ૭ દિવસના વેશ પલટા બાદ રીઢો ગુનેગાર ઝડપાયો

સુરત શહેરમાં રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ હવે અવનવા નુસખા અપનાવી રહી છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે એક ફિલ્મી સ્ટાઈલ ઓપરેશન પાર પાડીને છેલ્લા આઠ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા લૂંટના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને પકડવા માટે પોલીસકર્મીઓએ સતત સાત દિવસ સુધી ચા અને ભજીયા વેચનારા બનીને વેશ પલટો કર્યો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: પત્નીની હત્યા કરી ૯ વર્ષથી ફરાર કેદી હરિયાણાથી ઝડપાયો

ગુજરાત પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત સુરત શહેરની સચિન પોલીસને એક મોટી સફળતા મળી છે. પત્નીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો અને છેલ્લા ૯ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. ૪૨ વર્ષીય આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને પોલીસે હરિયાણા ખાતેથી […]

ગુજરાત મધ્ય ગુજરાત

માંજલપુરમાં સરેઆમ ચોરી: મુખ્ય માર્ગ પરથી રૂ. ૬૫ હજાર રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીનાની ચોરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી એક દુકાનમાં દિવસના સમયે ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાહટ ફેલાયો છે. સૂસેન સર્કલથી વડસર તરફ જતા માર્ગ પર, રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના તા. ૫ના રોજ […]

ગુજરાત મધ્ય ગુજરાત

સાબરમતી જેલમાં આતંકવાદી પર હુમલો: કેદીઓએ ધોઈ નાખ્યો

ગુજરાતની સૌથી સુરક્ષિત ગણાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. આ મારામારીમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક આતંકી પર અન્ય કેદીઓએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલાનો ભોગ બનેલ આતંકવાદીનું નામ ડો. અહમદ સૈયદ આઝાદ છે, જે હાલમાં કાચા કામના કેદી તરીકે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી લાખોનો ગાંજો ઝડપાયો, રેલવે LCBની સફળતા

સુરત રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે આજે એક મોટી સફળતા મેળવી છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ અને સઘન તપાસ દરમિયાન LCB દ્વારા ₹25,20,500 ની કિંમતનો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત LCB ની ટીમ ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વ્યારા રેલ્વે સ્ટેશન આવતા પહેલા તેમણે તપાસ શરૂ કરી હતી. તપાસ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : પોલીસ ‘ડમી ગ્રાહક’ બની, ‘કપડા આ ગયા હૈ’ કોડવર્ડ વાપરતા MD ડ્રગ્સ સાથે ૩ ઠગને દબોચ્યા

સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાન વચ્ચે, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ફરી એકવાર લાખો રૂપિયાના MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. લાલગેટ પોલીસે અત્યંત સનસનીખેજ રીતે ઓપરેશન પાર પાડીને ડમી ગ્રાહક બનીને ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લાલગેટ પોલીસની ટીમને સુરતમાં ડ્રગ્સ સપ્લાય થવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહીસાગરમાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ ૫ કિલોમીટર સુધી ઢસડ્યો, જાણો વધુ

ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારી અને અમાનવીય હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોડાસા-લુણાવાડા રોડ પર એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ તેને બચાવવા કે રોકવાને બદલે, કાર ઉપર ૫ કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો હતો. આ ભયંકર અકસ્માત હાલોલ-શામળાજી હાઈવે પર બન્યો હતો. ઘટનાની વિગતો અનુસાર, એક કાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત: હીરાના કારખાનામાંથી ડુપ્લિકેટ ચાવી વડે લાખોની ચોરી કરનાર આરોપી ઝડપાયો

સુરત: ગુજરાતના હીરા ઉદ્યોગના કેન્દ્ર ગણાતા સુરત શહેરમાંથી એક મોટા ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો છે. વરાછા વિસ્તારના મીની બજારમાં આવેલા એક હીરાના કારખાનામાંથી લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર ૪૦ વર્ષીય આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરી કરાયેલો તમામ મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. ચોરીની આ ઘટના વરાછાના મીની બજાર વિસ્તારમાં આવેલા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic