ગીરીમાળાઓના દર્શન બન્યા સરળ, ગત વર્ષે ૪૭ લાખથી વધુ ભક્તોએ ‘ઉડન ખટોલા’ની માણી સવારી
જૂનાગઢ: ગુજરાતના પવિત્ર પર્વતો પર બિરાજમાન દેવી-દેવતાઓના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે રોપ-વે સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યના ત્રણ મુખ્ય યાત્રાધામો—ગીરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે કુલ ૪૭.૩૨ લાખથી વધુ યાત્રાળુઓએ સુખદ અને સુરક્ષિત રીતે ‘ઉડન ખટોલા’ (રોપ-વે) ની સવારીનો આનંદ માણ્યો છે. આ આંકડો દર્શાવે છે કે વડીલો, […]

