અસત્ય પર સત્યના વિજય પર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલનું શસ્ત્રપૂજન, ‘શસ્ત્ર અને શાસ્ત્ર’ ની રક્ષાનો આપ્યો મહત્વપૂર્ણ સંદેશ!
ગાંધીનગર: અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના મહાન વિજયના પ્રતીકસમા વિજયાદશમી (દશેરા) ના પાવન અને શુભ પર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને પૂર્ણ શ્રદ્ધા સાથે જાળવી રાખી હતી. તેમણે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે ‘શસ્ત્રપૂજન’ (Shastra Pujan) સંપન્ન કર્યું હતું. વિજયાદશમીના આ વિશેષ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શસ્ત્ર […]
