Saturday, 3 October 2026
  • Home  
  • એશિયન ગેમ્સમાં તિરંગો લહેરાયો : પાકિસ્તાનને ૧૯ રને ધૂળ ચાટી અને ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
- દેશ-દુનિયા

એશિયન ગેમ્સમાં તિરંગો લહેરાયો : પાકિસ્તાનને ૧૯ રને ધૂળ ચાટી અને ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

નિશિન (જાપાન): એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતા ભવ્ય સફળતા હાસિલ કરી છે. આઈચી-નાગોયા એશિયન ગેમ્સ અંતર્ગત નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી મહાકુંભ સમાન ફાઈનલ મેચમાં ભારતે પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૧૯ રને પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો છે. આ સાથે જ ભારતે ૨૦૨૩માં હાંગઝોઉ ખાતે […]

નિશિન (જાપાન): એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતા ભવ્ય સફળતા હાસિલ કરી છે. આઈચી-નાગોયા એશિયન ગેમ્સ અંતર્ગત નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી મહાકુંભ સમાન ફાઈનલ મેચમાં ભારતે પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૧૯ રને પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો છે. આ સાથે જ ભારતે ૨૦૨૩માં હાંગઝોઉ ખાતે જીતેલા પોતાના એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ ટાઈટલનું સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે અને ચાલુ ગેમ્સમાં ભારતનો ગોલ્ડ મેડલનો આંકડો ૧૯ પર પહોંચાડ્યો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૨૧૧ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ભારત તરફથી ઓપનર અભિષેક શર્માએ આક્રમક શરૂઆત અપાવતા માત્ર ૨૮ બોલમાં ૭ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી વિસ્ફોટક ૬૧ રન ઝૂડી કાઢ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ ૧૫ રન, ઈશાન કિશને ૨૦ રન અને કેપ્ટન શ્રેયસ અય્યરે ૨૧ રનનું યોગદાન આપ્યું હતું. વચલી ઓવરોમાં વિકેટો ગુમાવ્યા બાદ અંતિમ ઓવરોમાં તિલક વર્મા અને શિવમ દુબેએ તોફાની બેટિંગ કરી હતી. તિલક વર્માએ માત્ર ૨૨ બોલમાં અણનમ ૫૧ રન અને દુબેએ ૧૫ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા. ભારતે છેલ્લી ૪ ઓવરમાં ૬૯ રન ઉમેરીને સ્કોર ૨૧૧ સુધી પહોંચાડ્યો હતો.

૨૧૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ભારતીય બોલરોએ પાવરપ્લેમાં જ પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું. વોશિંગ્ટન સુંદરે સાહિબઝાદા ફરહાનને અને અક્ષર પટેલે ઉસ્માન ખાન તથા માઝ સદાકતને આઉટ કરીને પાકિસ્તાનનો સ્કોર ૩૯ રનમાં ૩ વિકેટ કરી દીધો હતો. જોકે, હસન નવાઝે ૫૧ બોલમાં ૯૬ રનની શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાનને રેસમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરે મહત્વની ક્ષણોમાં વિકેટો ઝડપીને પાકિસ્તાન પર દબાણ બનાવ્યું હતું.

છેલ્લી ૧૫ બોલમાં પાકિસ્તાનને જીતવા માટે ૫૦ રનની જરૂર હતી, જે ભારતીય બોલિંગ આક્રમણ સામે અશક્ય સાબિત થઈ હતી. આખરે ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને ૧૯ રન દૂર રાખી દીધું હતું. બોલિંગ અને બેટિંગ બંને ક્ષેત્રે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ભારતે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત સુવર્ણચંદ્રક જીતીને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic