Saturday, 31 October 2026
  • Home  
  • મધુર ડેરીની મહાછલાંગ : ગાંધીનગરમાં રૂ. 128 કરોડના આધુનિક પ્લાન્ટનું અમિત શાહના હસ્તે થશે લોકાર્પણ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - બિઝનેસ

મધુર ડેરીની મહાછલાંગ : ગાંધીનગરમાં રૂ. 128 કરોડના આધુનિક પ્લાન્ટનું અમિત શાહના હસ્તે થશે લોકાર્પણ

ગાંધીનગર: ગુજરાતના સહકારી માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૭ મે ૨૦૨૬, રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે મધુર ડેરીના નવનિર્મિત આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, […]

ગાંધીનગર: ગુજરાતના સહકારી માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૭ મે ૨૦૨૬, રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે મધુર ડેરીના નવનિર્મિત આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અંદાજિત રૂપિયા ૧૨૮ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ટેકનોલોજીની દૃષ્ટિએ અત્યંત અદ્યતન છે. આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા ૨.૫ લાખ લીટર છે, જે ભવિષ્યમાં ૫ લાખ લીટર સુધી વધારી શકાય છે. લોકાર્પણ બાદ મધુર ડેરીની કુલ પ્રોસેસિંગ ક્ષમતા ૫ લાખ લીટર પ્રતિ દિવસ થશે, જે તેને જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ બનાવશે. આ પ્લાન્ટથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દૂધની બનાવટો પ્રાપ્ત થશે.

૬ ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ માત્ર ૪ દૂધ મંડળીઓથી શરૂ થયેલી મધુર ડેરીની સફર આજે વટવૃક્ષ બની ચૂકી છે. શરૂઆતમાં પ્રતિદિન માત્ર ૬,૪૩૩ લિટર દૂધ આવતું હતું, જે આજે વધીને ૨,૭૬,૦૦૦ લિટર (વર્ષ ૨૦૨૫-૨૬) પર પહોંચ્યું છે. જે ડેરીનું ટર્નઓવર માત્ર ૭ લાખ રૂપિયા હતું, તે આજે આશરે ૬૨૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

અમુલ ફેડરેશન (GCMMF) સાથે સંકળાયેલી આ ડેરી તેના નવા પ્લાન્ટ દ્વારા હવે નવી દૂધની બનાવટો બનાવવા માટે પણ સજ્જ થઈ છે. આ પ્રોજેક્ટથી ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic