Thursday, 29 October 2026
  • Home  
  • અમદાવાદમાં શેલા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દેખાયો દીપડો, ૧ દિવસમાં ૨૫ કિમીની સફર કે પછી કોઈ બીજો દીપડો?
- ગુજરાત - મધ્ય ગુજરાત

અમદાવાદમાં શેલા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દેખાયો દીપડો, ૧ દિવસમાં ૨૫ કિમીની સફર કે પછી કોઈ બીજો દીપડો?

અમદાવાદ: અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શેલા-બોપલ-ઘુમા પટ્ટામાં દીપડો દેખાયાના ચોંકાવનારા બનાવના માંડ ૨૪ કલાકમાં જ, સોમવારે મોડી રાત્રે શહેરના ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં વધુ એક દીપડો દેખાયો હોવાના દાવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. લગભગ ૨૫ કિલોમીટરથી વધુ અંતરે આવેલા આ બંને સ્થળોએ દીપડાની હાજરીના અહેવાલો […]

અમદાવાદ: અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શેલા-બોપલ-ઘુમા પટ્ટામાં દીપડો દેખાયાના ચોંકાવનારા બનાવના માંડ ૨૪ કલાકમાં જ, સોમવારે મોડી રાત્રે શહેરના ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં વધુ એક દીપડો દેખાયો હોવાના દાવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

લગભગ ૨૫ કિલોમીટરથી વધુ અંતરે આવેલા આ બંને સ્થળોએ દીપડાની હાજરીના અહેવાલો મળતાં વન વિભાગની ટીમો સતર્ક થઈ ગઈ છે. વન વિભાગ દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે અને શેલા-બોપલ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોમવારે મોડી રાત્રે આશરે ૨ વાગ્યાના સુમારે ઝુંડાલથી ચાંદખેડા તરફ જતા રસ્તા પર આવેલા ‘માધવ હોમ્સ’ પાસે દીપડો આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. રસ્તા પર આવેલા એક કેફેના સંચાલક અને ગ્રાહકોએ દીપડાની હાજરી જોઈ હોવાનો દાવો કર્યો છે. કેફેના માલિક નિશાંત પટેલે જણાવ્યું હતું કે, “અમારું કેફે મોડી રાત સુધી ખુલ્લું રહે છે. રાત્રે ૨ વાગ્યાની આસપાસ અમે દીપડાને જોયો હતો અને તેનો ફોટો પણ પાડી લીધો હતો. આ તસવીરો અમે વન વિભાગને મોકલી આપી છે અને અધિકારીઓને તુરંત જાણ કરી દીધી છે.”

અગાઉ ૧૯ જુલાઈના રોજ રાત્રે ૨ વાગ્યાના સુમારે શેલા વિસ્તારમાં આવેલી ‘સેરેનદીપ મેન્શન’ સોસાયટીમાં દીપડો ઘૂસી આવ્યો હતો. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં દીપડો એક બંગલાની કમ્પાઉન્ડ વોલ પરથી કૂદીને અંદર પ્રવેશતો સ્પષ્ટ દેખાયો હતો. જોકે, ત્યાં રહેલા શેરીના કૂતરાઓએ ભસવાનું શરૂ કરતાં દીપડો ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ શેલા, ઘુમા અને બોપલના સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ૨૦ જુલાઈના રોજ વન વિભાગે સમગ્ર શેલા-ઘુમા વિસ્તારમાં દિવસભર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ દીપડાનો કોઈ પત્તો મળ્યો નહોતો.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, નર દીપડો એક જ રાતમાં ૫ કિલોમીટરથી લઈને ૫૦ કિલોમીટર સુધીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે. તેથી તે શેલાથી નીકળીને આગળ વધી ગયો હોવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ, શેલાથી ૨૬ કિમી દૂર આવેલા ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાતાં હવે એ પ્રશ્ન ઊભો થયો છે કે આ એ જ દીપડો છે કે પછી કોઈ બીજું પશુ છે? વન વિભાગના અધિકારીઓ હાલ ઝુંડાલની તસવીરોની સત્યતા ચકાસી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે વન વિભાગે શેલા અને આસપાસના વિસ્તારોમાં નાઈટ વિઝન કેમેરા, પાંજરા અને ફિલ્ડ ટીમો તૈનાત રાખી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic