Friday, 30 October 2026
  • Home  
  • દમણ પ્રવાસ જવા પૈસા ન મળતા સગીરે આધેડની લાકડીના ફટકા મારી કરી હત્યા, ૨ બકરાં વેચી ખરીદ્યા નવા બૂટ-કપડાં!
- ગુજરાત - મધ્ય ગુજરાત

દમણ પ્રવાસ જવા પૈસા ન મળતા સગીરે આધેડની લાકડીના ફટકા મારી કરી હત્યા, ૨ બકરાં વેચી ખરીદ્યા નવા બૂટ-કપડાં!

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચીયા ગામે બનેલી એક અત્યંત સનસનાટીભર્યા અને કાળજું કંપાવી દે તેવી સગીર વયના બાળકના ગુનાહિત માનસિકતાની ઘટના સામે આવી છે. શાળામાંથી દમણ પ્રવાસ જવા માટે પરિવાર પાસે માગેલા માત્ર ૧,૬૦૦ રૂપિયામાંથી ૬૦૦ રૂપિયા ઓછા પડતાં, ૧૭ વર્ષના સગીરે ગામના જ ૬૬ વર્ષીય આધેડ રમણભાઈ રાઠોડિયાની લાકડીનો ફટકો મારી નિર્મમ હત્યા […]

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચીયા ગામે બનેલી એક અત્યંત સનસનાટીભર્યા અને કાળજું કંપાવી દે તેવી સગીર વયના બાળકના ગુનાહિત માનસિકતાની ઘટના સામે આવી છે. શાળામાંથી દમણ પ્રવાસ જવા માટે પરિવાર પાસે માગેલા માત્ર ૧,૬૦૦ રૂપિયામાંથી ૬૦૦ રૂપિયા ઓછા પડતાં, ૧૭ વર્ષના સગીરે ગામના જ ૬૬ વર્ષીય આધેડ રમણભાઈ રાઠોડિયાની લાકડીનો ફટકો મારી નિર્મમ હત્યા કરી નાખી હતી.

આ આધેડની હત્યા કર્યા બાદ સગીરે તેમના બે બકરાં લૂંટીને ૯,૩૦૦ રૂપિયામાં વેચી દીધા હતા અને તે નાણાંથી નવા કપડાં અને બૂટ ખરીદી લીધા હતા! વડોદરા ગ્રામ્યની સાવલી પોલીસે ટેકનિકલ અને લોકલ ઈન્ટેલિજન્સના આધારે માત્ર ૩૬ કલાકમાં જ આ અતિ સંવેદનશીલ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કર્યો છે.

વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આ અંગેની પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત ૧૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કરચીયા ગામની સીમમાંથી ૬૬ વર્ષીય રમણભાઈ રાઠોડિયાનો માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. રમણભાઈ બપોરના સમયે પોતાના ઘેટાં-બકરાં ચરાવવા માટે સીમમાં ગયા હતા. બનાવ અંગે સાવલી પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળ (Scene of Crime) પર કૉમ્બિંગ હાથ ધર્યું હતું અને આસપાસના વિસ્તારમાંથી લોહીના ડાઘવાળી શંકાસ્પદ લાકડી જપ્ત કરી હતી.

પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે તે સમાજ અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે. ધોરણ-૮ માં ભણતો ૧૭ વર્ષનો સગીર પોતાના શાળાના મિત્રો સાથે બસમાં દમણ પ્રવાસ (Tour) જવા માંગતો હતો. આ પ્રવાસ માટે તેને ૧,૬૦૦ રૂપિયાની જરૂર હતી. પરંતુ તેના પરિવારે તેને માત્ર ૧,૦૦૦ રૂપિયા જ આપ્યા હતા. બીજી તરફ સગીરને દમણ જઈને નવા કપડાં અને બૂટ પહેરીને મૌજ-શોખ કરવાની તીવ્ર ઈચ્છા હતી. માત્ર ૬૦૦ રૂપિયા ઘટતા હોવાથી અને વધારે પૈસા મેળવવાની લાલચમાં, સગીરે સીમમાં એકલા બકરાં ચરાવતા રમણભાઈ રાઠોડિયાને ટાર્ગેટ કર્યા હતા. સગીરે પાછળથી જઈને રમણભાઈના માથામાં લાકડીનો સણસણતો ફટકો મારીને તેમની કરપીણ હત્યા કરી દીધી હતી.

આધેડ ઢળી પડ્યા બાદ, સગીરે તેમના ટોળામાંથી બે ઘેટાં-બકરાંની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ બકરાં તેને કાસમ નામના ખાટકીને ત્યાં જઈને ૯,૩૦૦ રૂપિયામાં વેચી દીધા હતા. બકરાં વેચવાથી આવેલા નાણાંમાંથી સગીરે તુરંત જ બજારમાં જઈને પોતાના માટે નવા બૂટ અને કપડાં ખરીદી લીધા હતા અને દમણ જવાની તૈયારી કરી રહ્યો હતો.

સાવલી પોલીસ માટે આ કેસનો ઉકેલ લાવવો એક મોટો પડકાર હતો. પોલીસે સૌથી પહેલા ઘટનાસ્થળેથી મળેલી લોહીવાળી લાકડીનો તાગ મેળવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બનાવ બપોરે ૧૧:૩૦ થી ૨:૦૦ વાગ્યાની વચ્ચે બન્યો હતો. સ્થાનિક રહીશો અને નજરે જોનારાઓની પૂછપરછ, સીડીઆર (Call Detail Record – CDR) તેમજ ટાવર ડમ્પ એનાલિસિસ (Tower Dump Analysis) ના આધારે આ સગીર પોલીસના રડારમાં આવ્યો હતો.

સગીરની આકરા પૂછપરછ દરમિયાન તેણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે સગીર પાસેથી ગુનામાં વપરાયેલી લાકડી, બનાવ સમયે તેણે પહેરેલા લોહીના ડાઘવાળા કપડાં તેમજ બકરાં વેચીને ખરીદેલા નવા કપડાં અને બૂટ જપ્ત કરી લીધા છે. હાલ સાવલી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા આ સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic