Friday, 30 October 2026
  • Home  
  • ‘નશામુક્ત ગુજરાત’ તરફ ઐતિહાસિક કદમ : રાજ્યની તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં શરૂ થશે ૧૫ બેડના ડી-એડિક્શન સેન્ટર
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

‘નશામુક્ત ગુજરાત’ તરફ ઐતિહાસિક કદમ : રાજ્યની તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં શરૂ થશે ૧૫ બેડના ડી-એડિક્શન સેન્ટર

ગાંધીનગર: રાજ્યમાં વ્યસનમુક્તિ અને જનઆરોગ્યની સુધારણા દિશામાં ગુજરાત સરકારે એક અત્યંત સરાહનીય અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વધુ વેગવંતું બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં ૧૫ બેડની ક્ષમતા ધરાવતા વિશેષ ડી-એડિક્શન સેન્ટર (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રકલ્પ માટે નાણાકીય […]

ગાંધીનગર: રાજ્યમાં વ્યસનમુક્તિ અને જનઆરોગ્યની સુધારણા દિશામાં ગુજરાત સરકારે એક અત્યંત સરાહનીય અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વધુ વેગવંતું બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં ૧૫ બેડની ક્ષમતા ધરાવતા વિશેષ ડી-એડિક્શન સેન્ટર (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રકલ્પ માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે રૂ. ૧૪.૯૦ કરોડના ખર્ચને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

સરકારના આ નિર્ણયથી અત્યાર સુધી નશાની લતમાંથી મુક્તિ અને સારવાર માટે અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરો કે મોંઘી ખાનગી હોસ્પિટલો પર નિર્ભર રહેતા દર્દીઓને હવે પોતાના જ જિલ્લામાં મફત અને ગુણવત્તાસભર સારવાર, કાઉન્સેલિંગ તેમજ પુનર્વસનની ઉત્કૃષ્ટ સુવિધા મળશે.

દરેક જિલ્લા હોસ્પિટલમાં આકાર પામનારા આ નશામુક્તિ કેન્દ્રોમાં વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિથી દર્દીઓને સારવાર આપવામાં આવશે. કેન્દ્રમાં મુખ્યત્વે નીચે મુજબની સર્વગ્રાહી સેવાઓ મળશે:

  • ઇન-પેશન્ટ (IPD) અને આઉટ-પેશન્ટ (OPD) સેવાઓ: દર્દીની સ્થિતિ મુજબ તેને દાખલ કરીને કે પછી ઓપીડી મારફતે દવાઓ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે.
  • ડિટોક્સ અને થેરાપી: વૈજ્ઞાનિક પદ્ધતિથી શરીરમાંથી નશાના તત્વો દૂર કરવા માટે ડિટોક્સ સારવાર અને ડી-એડિક્શન થેરાપી.
  • માનસિક આરોગ્ય અને કાઉન્સેલિંગ: મનોચિકિત્સકો દ્વારા દર્દી તેમજ તેના પરિવારનું સાયકોલોજિકલ કાઉન્સેલિંગ અને પરામર્શ.
  • નિષ્ણાત સ્ટાફની તૈનાતી: દરેક સેન્ટર પર અનુભવી તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર, મનોવિજ્ઞાનીઓ (Psychologists) અને પ્રશિક્ષિત કર્મચારીઓની ટીમ ચોવીસે કલાક કાર્યરત રહેશે.

કોઈપણ વ્યક્તિ જ્યારે નશાના દૂષણમાં ફસાય છે ત્યારે માત્ર તે એક જ નહીં, પરંતુ તેનો આખો પરિવાર આર્થિક અને માનસિક યાતના ભોગવે છે. નવી વ્યવસ્થા હેઠળ દર્દીને માત્ર નશાની લતમાંથી જ મુક્ત કરવામાં નહીં આવે, પરંતુ સારવાર બાદ તે સમાજમાં ફરીથી એક સ્વાભિમાની, આત્મનિર્ભર અને સામાન્ય નાગરિક તરીકે જીવન જીવી શકે તે માટે તેનું યોગ્ય સામાજિક પુનર્વસન (Rehabilitation) કરવામાં આવશે.

યોજનાના અમલીકરણમાં સંપૂર્ણ સુચારૂતા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકારે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે:

  • GeM પોર્ટલ દ્વારા ખરીદી: સેન્ટર માટે જરૂરી તમામ તબીબી સાધનો અને સુવિધાઓની ખરીદી ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ મારફતે જ કરવામાં આવશે.
  • થર્ડ પાર્ટી વેરિફિકેશન: કેન્દ્રોની કામગીરીનું સતત મોનિટરિંગ, નિયમિત સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન હાથ ધરાશે જેથી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરી શકાય.

ગુજરાત સરકાર દ્વારા એક તરફ ગેરકાયદે નશાના કારોબાર સામે કડક કાયદાકીય શિકંજો કસવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વ્યસનપીડિતોને નવી જિંદગી આપવા માટે આ ડી-એડિક્શન સેન્ટરો આશીર્વાદરૂપ સાબિત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic