Thursday, 11 June 2026
  • Home  
  • દિલ્હી એરપોર્ટ પર પ્લાસ્ટિક બોટલના ઢાંકણ નીચે સંતાડેલું સોનું ઝડપાયું
- દેશ-દુનિયા

દિલ્હી એરપોર્ટ પર પ્લાસ્ટિક બોટલના ઢાંકણ નીચે સંતાડેલું સોનું ઝડપાયું

નવી દિલ્હી: દેશના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) પર દિલ્હી કસ્ટમ્સની ટીમે સોનાની દાણચોરીના એક અનોખા કેસનો પર્દાફાશ કર્યો છે. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ દુબઈથી ફ્લાઇટ AI-996 દ્વારા આવેલા એક ભારતીય મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ ૧૭૦ ગ્રામ સોનું જપ્ત કર્યું છે. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ […]

નવી દિલ્હી: દેશના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) પર દિલ્હી કસ્ટમ્સની ટીમે સોનાની દાણચોરીના એક અનોખા કેસનો પર્દાફાશ કર્યો છે. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ દુબઈથી ફ્લાઇટ AI-996 દ્વારા આવેલા એક ભારતીય મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ ૧૭૦ ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અધિકારીઓની સતર્કતાએ તેને ઝડપી પાડ્યો હતો. આ મુસાફર શંકાસ્પદ જણાતા તેને ફ્લાઇટ ગેટથી જ સતત ડિસ્ક્રીટલી ફોલો (ગુપ્ત રીતે પીછો) કરવામાં આવ્યો હતો.

ગ્રીન ચેનલ પર મુસાફરને ઇન્ટરસેપ્ટ (અટકાવ્યા) કર્યા બાદ, તેના સામાનનું એક્સ-રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન, અધિકારીઓએ બેગમાં શંકાસ્પદ છબીઓ જોઈ.

ત્યારબાદ જ્યારે સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે, મુસાફરે સોનું છુપાવવા માટે એક અનોખી રીત અપનાવી હતી. પ્લાસ્ટિકની બોટલના ઢાંકણ (કેપ) નીચે ગોળ આકારનો (round) સોનાનો ટુકડો ચાલાકીપૂર્વક સંતાડવામાં આવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ તાત્કાલિક તે સોનું જપ્ત કર્યું હતું.

કુલ ૧૭૦ ગ્રામ વજનનું આ સોનું, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેથી દાણચોરીના આ નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic